
Top 10 Fastest Growing Jobs: દેશના અલગ-અલગ રાજ્યોના બોર્ડના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ ઉપરાંત ટૂંક સમયમાં ઘણી સારી યુનિવર્સિટીઓ પણ તેમના વિદ્યાર્થીઓના પરિણામો (Jobs 2022) જાહેર કરવા જઈ રહી છે. આવામાં પરિણામ જાહેર થયા બાદ આ યુવાનો નવા ભવિષ્ય તરફ આગળ વધશે. જ્યાં ગ્રેજ્યુએટ થઈ ગયેલા વિદ્યાર્થી એન્જિનિયરિંગ, મેડિકલ, ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરવા જશે અથવા અન્ય સેક્ટર તરફ આગળ વધશે. બોર્ડના પરિણામો જાહેર થયા પછી હવે વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વિવિધ કોર્સમાં એડમિશન લેશે.
લિન્ક્ડઇનના પ્રોડક્ટ મેનેજમેન્ટના સીનિયર ડાયરેક્ટર મોનિકા લુઇસે કહ્યું, “સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે તમે એવા ક્ષેત્રમાં કામ કરવા માંગો છો જ્યાં લોકોની અછત હોય અને વધુ માંગ હોય.” એમાં આપણને એ સમજવા મળે છે કે કઈ ઈન્ડસ્ટ્રી છે, જે ઝડપથી વિકસી રહી છે? Linkedin મુજબ હેલ્થકેર, હોસ્પિટાલિટી સહિતના અન્ય સેક્ટર હાલમાં એન્ટ્રી લેવલના કામદારોની શોધમાં છે. આવામાં જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. ચાલો તમને જાણીએ કે કઈ ટોપ 10 નોકરીઓ છે, જેની માંગ ઝડપથી વધી રહી છે.
| જોબ ટાઈટલ | વાર્ષિક કેટલી ટકાવારી વધે છે |
| સેલ્સ ડેવલોપમેન્ટ રિપ્રેઝન્ટેટિવ | 191.70% |
| બિઝનેસ ડેવલોપમેન્ટ રિપ્રેઝન્ટેટિવ | 178.10% |
| ટેલેન્ટ એક્વિઝિશન સ્પેશિયાલિસ્ટ | 175.10% |
| માર્કેટિંગ કોઓર્ડિનેટર | 55.30% |
| ડેટા એનાલિસ્ટ | 42.60% |
| ફાઈનાશિયલ એનાલિસ્ટ | 36.90% |
| લિગલ આસિસ્ટન્ટ | 32.10% |
| ઇનસાઇડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ | 31.40% |
| ઓપરેશનલ સ્પેશિયાલિસ્ટ | 30.10% |
| બરિસ્તા | 25% |
સોર્સ- લિન્ક્ડઇન
| ઈન્ડસ્ટ્રીઝ | વાર્ષિક કેટલી ટકાવારી વધે છે | ટોપ જોબ્સ |
| સ્ટાફિંગ એન્ડ રિક્રુટીંગ | 50% | 1. હેલ્થ કેર રિક્રૂટર 2. ટેલેન્ટ એક્વિજિશન સ્પેશલિસ્ટ 3. એકાઉન્ટ મેનેજર |
| હોસ્પિટાલિટી | 31.90% | 1. હાઉસકીપર 2. ફ્રન્ટ ડેસ્ક રિપ્રેઝન્ટેટિવ 3. સર્વર |
| હેલ્થકેર એન્ડ બાયોટેક | 22.80% | 1. લેબ ટેકનિશિયન 2. મેડિકલ આસિસ્ટન્ટ 3. પેશન્ટ કેયર ટેકનિશિયન |
| લિગલ સર્વિસ | 19.50% | 1. લીગલ આસિસ્ટન્ટ 2. પેરાલીગલ 3. અટૉર્ની |
| ટેક એન્ડ આઈટી સર્વિસ | 17.70% | 1. સોફ્ટવેર એન્જિનિયર 2. આઇટી રિક્રૂટર 3. ઈન્ફોર્મેશન ટેકનોલોજી રિક્રૂટર |
આવામાં કોઈપણ વિદ્યાર્થી અથવા ગ્રેજ્યુએટ ઉમેદવાર આ સેક્ટરમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે. તે આ સેક્ટરમાં નોકરી માટે અરજી કરી શકે છે. આ સેક્ટરમાં જે પ્રકારનો વિકાસ જોવા મળી રહ્યો છે. તે આ વાત તરફ ઈશારો કરે છે કે આ સેક્ટરમાં વધુ પૈસા છે. આ સેક્ટરમાં કામ કરતા લોકો લાખો રૂપિયાનો પગાર મેળવે છે. વિદેશમાં આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે ત્યારે પગાર પણ વધારે હોય છે.