બમ્પર ભરતી! આ ખાનગી કંપની આ વર્ષે એક લાખ લોકોની કરશે ભરતી, જાણો વિગત

|

Jul 30, 2021 | 3:07 PM

કોગ્નિઝંટ અપેક્ષા રાખે છે કે કંપની દ્વારા આ વર્ષે એક લાખ લોકોને નોકરી આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, તે આ વર્ષે લગભગ 30,000 નવા ગ્રેજ્યુએટ્સની પણ ભરતી કરશે.

બમ્પર ભરતી! આ ખાનગી કંપની આ વર્ષે એક લાખ લોકોની કરશે ભરતી, જાણો વિગત
Cognizant is about to recruit 1 lakh.

Follow us on

કોગ્નિઝંટે (Cognizant) અહેવાલ આપ્યો છે કે તેની કુલ આવક જૂન ક્વાર્ટરમાં 41.8 ટકાથી વધીને 51.2 કરોડ અમેરિકન ડોલર એટલે કે, આશરે 3,801.7 કરોડ જેટલી થઈ છે. અને આ વર્ષે કંપની લગભગ એક લાખ લોકોને રોજગારી આપશે. યુએસ સ્થિત કંપનીએ જૂન 2020 ક્વાર્ટરમાં કુલ 36.1 કરોડ ડોલરની આવક કરી હતી. કોગ્નિઝેંટે નાણાકીય વર્ષ 21 માટે તેની આવક વૃદ્ધિ લક્ષ્યાંક 10.2-11.2 ટકા વધારી દીધો છે.

સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 14.6 ટકા (સ્થિર મુદ્રામાં 12 ટકા) વધીને 4.6 અરબ અમેરિકન ડોલર થઈ ગઈ છે. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 4 અરબ અમેરિકન ડોલર હતી. આ આંકડો કંપનીની આગાહી કરતા વધારે છે. કોગ્નિઝન્ટના ભારતમાં લગભગ 2 લાખ કર્મચારી છે અને જાન્યુઆરી-ડિસેમ્બરને તેના નાણાકીય વર્ષ તરીકે અનુસરે છે.

કોગ્નિઝન્ટ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જાન સિગ્મંડે જણાવ્યું હતું કે, બીજી ક્વાર્ટરના ટોપલાઇન પરિણામો અમારી સેવાઓ અને અમારી ડિજિટલ આવકમાં ગતિશીલતાની માંગ દ્વારા સંચાલિત અમારા અનુમાનને વટાવી ગયા છે. કોગ્નિઝન્ટે તેની ભરતી ક્ષમતામાં વૃદ્ધિ અને તેના પોતાના લોકોમાં રોકાણ કરવાનું શરુ રાખ્યું છે. કોગ્નિઝેન્ટ સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝનું કહેવું છે કે, અમે 2021માં આશરે 1 લાખની ભરતી અને 1 લાખ જેટલા સહયોગીઓને તાલીમ આપવાની અપેક્ષા રાખીએ છીએ.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

 

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Next Article