ITCમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો વધારો, જાણો ગયા વર્ષે ચેરમેનને કેટલો મળ્યો પગાર

|

Jun 23, 2022 | 7:04 AM

વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે પુરીનો પગાર તમામ કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 224 ગણો છે. ITCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બી સુમંત અને આર ટંડને FY22માં રૂ. 5.5 કરોડથી વધુનો પગાર લીધો છે.

ITCમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો વધારો, જાણો ગયા વર્ષે ચેરમેનને કેટલો મળ્યો પગાર
ITC Limited

Follow us on

FMCG, હોટલ અને એગ્રીબિઝનેસ જેવા ઘણા ક્ષેત્રોમાં અગ્રણી કંપની આઇટીસી (ITC)માં છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કરોડપતિ કર્મચારીઓ(Millionaire employees)ની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન વાર્ષિક રૂપિયા 1 કરોડથી વધુની કમાણી કરનારા ITC કર્મચારીઓ(employee)ની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે. ITCના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે દર મહિને રૂ. 8.5 લાખ અથવા પ્રતિ વર્ષ રૂ. 1 કરોડથી વધુ કમાનારા કર્મચારીઓની સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષમાં વધીને 220 થઈ ગઈ છે જ્યારે 2020-21માં 153 કર્મચારીઓને આટલો પગાર (salary) મળતો હતો.

કેટલો પગાર મળે છે

વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં કંપનીના 220 કર્મચારીઓને વાર્ષિક 1.02 કરોડ રૂપિયા મળ્યા છે. જે દર મહિને 8.5 લાખ રૂપિયાથી વધુ છે. બીજી તરફ FY22 માં ITCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરીને કુલ રૂ. 12.59 કરોડનો પગાર મળ્યો જે પાછલા વર્ષ કરતાં 5.35 ટકા વધુ છે. ગત નાણાકીય વર્ષમાં પુરીની કુલ સેલેરી 11.95 કરોડ રૂપિયા હતી. 2021-22માં પુરીના કુલ પગારમાં રૂ. 2.64 કરોડનો પગાર, રૂ. 49.63 લાખના અન્ય લાભો અને રૂ. 7.52 કરોડના પરફોર્મન્સ બોનસનો સમાવેશ થાય છે. વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે પુરીનો પગાર તમામ કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 224 ગણો છે. ITCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ બી સુમંત અને આર ટંડને FY22માં રૂ. 5.5 કરોડથી વધુનો પગાર લીધો છે.

કુલ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો

31 માર્ચ 2022 ના રોજ ITC કર્મચારીઓની કુલ સંખ્યા 23829 હતી. જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 8.4 ટકા ઓછી છે. જેમાં 21,568 પુરૂષ અને 2,261 મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.કંપનીમાં કાયમી કર્મચારીઓ ઉપરાંત 25,513 વધુ કર્મચારીઓ કામ કરતા હતા. 31 માર્ચ, 2021ના રોજ ITC કર્મચારીઓની કુલ સંખ્યા 26,017 હતી. 2021-22માં ITC કર્મચારીઓના સરેરાશ પગારમાં 7 ટકાનો વધારો થયો છે. વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 8 ટકાનો વધારો થયો છે. 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ITC આવક રૂ. 59,101 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 48,151.24 કરોડ હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ‘અગ્નિવીર’ને આપશે નોકરી

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra)એ ‘અગ્નિપથ યોજના’ (Agnipath Scheme)ને લઈને મોટી જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ આર્મીમાં ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરો(Agniveer)ની ભરતીની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને ‘અગ્નિપથ સ્કીમ’ પર ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોની ભરતી કરવાની આ તકને આવકારે છે. સરકારે અગ્નિપથ યોજના શરૂ કરી છે જેમાં દેશના યુવાનોને સશસ્ત્ર દળોમાં ભરતી માટે તક આપવામાં આવશે. આ યોજનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીરનું નામ આપવામાં આવશે. તેમાં 4 વર્ષની સેવા પછી રોજગાર સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ સામેલ છે.

વિગતવાર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરી 

Published On - 7:02 am, Thu, 23 June 22

Next Article