ભારતીય સેનાએ આ ભરતી રેલીને રાખી મુલતવી, નવેમ્બરમાં આયોજિત થવાની હતી પરીક્ષા

|

Nov 13, 2021 | 4:52 PM

ભારતીય સેનાએ સોલ્જર જનરલ ડ્યુટી (સોલ જીડી), સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (સોલ CLK/SKT), સોલ્જર ટ્રેડ્સમેન અને 28 નવેમ્બરે યોજાનારી કોમન એન્ટ્રન્સ પરીક્ષાને મુલતવી રાખવા માટે નોટિસ જારી કરી હતી.

ભારતીય સેનાએ આ ભરતી રેલીને રાખી મુલતવી, નવેમ્બરમાં આયોજિત થવાની હતી પરીક્ષા
ફાઈલ ફોટો

Follow us on

ભારતીય સેનાએ 12 નવેમ્બરે સોલ્જર જનરલ ડ્યુટી (સોલ જીડી), સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (સોલ CLK/SKT), સોલ્જર ટ્રેડ્સમેન અને 28 નવેમ્બરે યોજાનારી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (CEE)ને મુલતવી રાખવા માટે નોટિસ જારી કરી હતી.

જોઈન ઈન્ડિયન આર્મીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ “સોલ જીડી, સોલ (ટેક), સોલ ટીડીએન 10મી અને સોલ ટીડીએન 8મી અને સોલ (ક્લાર્ક/એસકેટી) માટે 28મી નવેમ્બર 2021ના રોજ સામાન્ય પ્રવેશ પરીક્ષા (સીઇઇ) કોવિડ-19ને કારણે રદ કરવામાં આવી છે. નવી તારીખો પછીથી જણાવવામાં આવશે.”

જે ઉમેદવારો ભરતી રેલીઓમાં યોગ્ય જણાય છે તેમના માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલ અરજી ફોર્મના આધારે ભરતી રેલી હાથ ધરવામાં આવે છે. આર્મી ભરતી રેલી માટે નોંધણી સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન કરવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રેલીના સ્થળે જ ઉમેદવારોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ આપવામાં આવે છે. લેખિત પરીક્ષાનું સ્થળ, તારીખ અને સમય ઉમેદવારોને એડમિટ કાર્ડ દ્વારા જણાવવામાં આવે છે. COVID-19 રોગચાળાને કારણે, ભારતીય સેનાએ 2020-2021 માં આવી ઘણી પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખી છે.

 

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી

એરપોર્ટમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 90 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે, તમે ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ- aai.aero પર જઈ શકો છો.

ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India, AAI) દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, તમે આ પોસ્ટ્સ માટે 30 નવેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. ઉમેદવારોની પસંદગી ભરતી ટેસ્ટ/મેરિટના આધારે કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી માટે, તમે ભારતીય એરપોર્ટ ઓથોરિટીની (Airport Authority of India) સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

 

આ પણ વાંચો: IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

આ પણ વાંચો: AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Published On - 4:52 pm, Sat, 13 November 21

Next Article