Teachers Day 2022: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય શિક્ષક દિવસે આ 46 શિક્ષકને એવોર્ડ આપી કરશે સન્માનિત

|

Sep 04, 2022 | 5:11 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સોમવારે શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

Teachers Day 2022: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય શિક્ષક દિવસે આ 46 શિક્ષકને એવોર્ડ આપી કરશે સન્માનિત
President Draupadi Murmu
Image Credit source: Twitter

Follow us on

ભારતના મહાન શિક્ષક, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસના (Teachers Day 2022) અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) દેશના 46 શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરશે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમની પસંદગી ઓનલાઈન પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય દર વર્ષે 5મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સોમવારે શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ચાલો જાણીએ કોણ છે આ 46 શિક્ષકો.

આ 46 શિક્ષકોને એવોર્ડ મળશે

  1. હરિયાણા- અંજુ દહિયા
  2. દિલ્હી-રજની શર્મા
  3. Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
    ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
    અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
    Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
    પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
    TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
  4. ચંદીગઢ- સીમા રાની
  5. ગોવા – મારિયા મોરેના મિરાન્ડા
  6. ગુજરાત – ઉમેશ ભરતભાઈ વાળા
  7. છત્તીસગઢ- મમતા અહર
  8. ઓડિશા- ઈશ્વરચંદ્ર નાયક
  9. પશ્ચિમ બંગાળ – બુદ્ધદેવ દત્તા
  10. જમ્મુ અને કાશ્મીર – જાવિદ અહેમદ રાધર
  11. લદ્દાખ- મોહમ્મદ જબીર
  12. ઉત્તર પ્રદેશ- ખુર્શીદ અહેમદ
  13. નાગાલેન્ડ – મીમી યોશી
  14. મણિપુર- નોંગમાથેમ ગૌતમ સિંહ
  15. મેઘાલય- ગામચી ટિમરે આર મારક
  16. ત્રિપુરા- સંતોષ નાથ
  17. આસામ- મીનાક્ષી ગોસ્વામી
  18. ઝારખંડ- શિપ્રા
  19. આંદામાન અને નિકોબાર – રંજન કુમાર વિશ્વાસ
  20. પુડુચેરી – અરવિંદ રાજા
  21. તમિલનાડુ- રામચંદ્રન
  22. આંધ્ર પ્રદેશ- રવિ અરુણા
  23. ઉત્તરાખંડ – પ્રદીપ નેગી અને કૌસ્તુભ ચંદ્ર જોશી
  24. રાજસ્થાન – સુનીતા અને દુર્ગા રામ મુવાલ
  25. મધ્યપ્રદેશ – નીરજ સક્સેના અને ઓમ પ્રકાશ પાટીદાર
  26. બિહાર – સૌરભ સુમન અને નિશી કુમારી
  27. કર્ણાટક – જી પોન્સકરી અને ઉમેશ ટી.પી
  28. સિક્કિમ – માલા જિગદલ દોરજી અને સિદ્ધાર્થ યોનજોન
  29. હિમાચલ પ્રદેશ- યુધવીર, વિરેન્દ્ર કુમાર અને અમિત કુમાર
  30. પંજાબ – હરપ્રીત સિંહ, અરુણ કુમાર ગર્ગ અને વંદના શાહી
  31. મહારાષ્ટ્ર – શશિકાંત સંભાજીરાવ કુલથે, સોમનાથ વામન વાલ્કે અને કવિતા સંઘવી
  32. તેલંગાણા- કંડાલા રામૈયા, ટીએન શ્રીધર અને સુનીતા રાવ

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાશે કાર્યક્રમ

આ કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. દૂરદર્શનની સાથે શિક્ષણ મંત્રાલયની સ્વયમ પ્રભા ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. દેશના વિકાસ માટે શિક્ષકોના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરવા માટે મંત્રાલય દર વર્ષે 5મી સપ્ટેમ્બરે વિજ્ઞાન ભવનમાં આ એવોર્ડ સમારંભનું આયોજન કરે છે.

આ પુરસ્કારો દેશના શ્રેષ્ઠ શિક્ષકોને આપવામાં આવે છે, જેમને પારદર્શક અને ત્રણ તબક્કાની ઓનલાઈન પસંદગી પ્રક્રિયાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે.

Next Article