Teacher Recruitment 2021: એકલવ્ય મોડેલ સ્કૂલમાં 3,479 શિક્ષકોની થશે ભરતી, આ રાજ્યોમાં થશે ભરતી

|

Mar 30, 2021 | 8:13 PM

Teacher Recruitment 2021: શિક્ષણ ક્ષેત્રમાં સરકારી શિક્ષકની નોકરી (Government Teacher job)ની શોધમાં રહેલા યુવાનો માટે એક મોટી તક ઊભી થઈ છે. ભારત સરકાર હેઠળના આદિજાતિ કાર્ય મંત્રાલય (Ministry of Tribal Affairs) દેશભરના વિવિધ રાજ્યોમાં શિક્ષકોની બમ્પર ખાલી જગ્યા જાહેર કરવા જઈ રહ્યું છે.

Teacher Recruitment 2021: એકલવ્ય મોડેલ સ્કૂલમાં 3,479 શિક્ષકોની થશે ભરતી, આ રાજ્યોમાં થશે ભરતી
Teacher Recruitment 2021

Follow us on

Teacher Recruitment 2021: શિક્ષણ ક્ષેત્રમાં સરકારી શિક્ષકની નોકરી (Government Teacher job)ની શોધમાં રહેલા યુવાનો માટે એક મોટી તક ઊભી થઈ છે. ભારત સરકાર હેઠળના આદિજાતિ કાર્ય મંત્રાલય (Ministry of Tribal Affairs) દેશભરના વિવિધ રાજ્યોમાં શિક્ષકોની બમ્પર ખાલી જગ્યા જાહેર કરવા જઈ રહ્યું છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 3,479 શિક્ષકોની ભરતી (Teacher Recruitment 2021) કરવામાં આવશે. આ ભરતી આદિજાતિ કાર્ય મંત્રાલય (Ministry of Tribal Affairs) દ્વારા તેની સ્વાયત્ત સંસ્થા નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ (National Education Society for Tribal Students : NESTS) દ્વારા કરવામાં આવશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

25 માર્ચે મંત્રાલયે જાહેર કરેલા એક જાહેરનામાં મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો (Eklavya Model Residential Schools)માં શિક્ષકોની ખાલી જગ્યા 17 રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં જાહેર કરવામાં આવશે. આમાં, ખાલી જગ્યાની વિગતો આદિજાતિ કાર્ય મંત્રાલય (Ministry of Tribal Affairs)ની ઓફિશિયલ વેબસાઈટ trib.nic.in પર જાહેર કરવામાં આવશે.

 

કઈ જગ્યાઓ પર ભરતી થશે?

આદિજાતિ કાર્ય મંત્રાલયે જાહેર કરેલા જાહેરનામા મુજબ એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓમાં કુલ 3,479 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (Post Graduate Teacher: PGT) પીજીટી, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચરની 1,244 (Trained Graduate Teacher : TGT) ટીજીટીની 1,944, આચાર્ય (Principal)ની 175 અને વાઈસ પ્રિન્સિપાલ (Vice Principal)ની 116 જગ્યાઓ રહેશે.

 

કયા રાજ્યોમાં થશે ભરતી

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ દેશભરના 17 રાજ્યોમાં સ્થાપના કરવામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો (Eklavya Model Residential Schools)માં નોકરી અપાશે. આ અંતર્ગત આંધ્રપ્રદેશમાં 117, છત્તીસગઢમાં 514 પોસ્ટ, ગુજરાતમાં 161 પોસ્ટ, હિમાચલ પ્રદેશમાં 8 પોસ્ટ, ઝારખંડમાં 208, જમ્મુ-કાશ્મીરમાં 14, મધ્ય પ્રદેશમાં સૌથી વધારે 1,279 પોસ્ટ, મહારાષ્ટ્રમાં 216, મણિપુરની 40 પોસ્ટ, મિઝોરમમાં 10 પોસ્ટ્સ, ઓડિશામાં 144 પોસ્ટ્સ, રાજસ્થાનમાં 316 પોસ્ટ્સ, સિક્કિમમાં 44 પોસ્ટ્સ, તેલંગાણામાં 262 પોસ્ટ્સ, ત્રિપુરામાં 58, ઉત્તર પ્રદેશમાં 79 અને ઉત્તરાખંડમાં 9 પોસ્ટ્સ પર ભરતીઓ થશે.

 

કેવી રીતે થશે પસંદગી

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત પરીક્ષણ [સીબીટી : Computer Best Test (CBT)] અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. સીબીટી (CBT)ની પરીક્ષા જૂનના પહેલા અઠવાડિયામાં લઈ શકાય છે. સીબીટી (CBT) પાસ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. સત્તાવાર સૂચનાઓ ચકાસવા માટે આ લિંકને ક્લિક કરો.

 

આ પણ વાંચો: Board Exams 2021 : પરીક્ષા પહેલા PM મોદીએ Exam Warriors પુસ્તકની નવી આવૃતિ રજુ કરી

Next Article