NEET-PG એડમિશનમાં EWS રિઝર્વેશન મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી બે અઠવાડિયામાં માંગ્યો જવાબ, કાઉન્સિલિંગને આપી મંજૂરી

|

Jan 07, 2022 | 12:58 PM

સુપ્રીમ કોર્ટે NEET-PG એડમિશનમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના આરક્ષણ સંબંધિત મામલામાં પોતાનો ચુકાદો આપતા કેન્દ્ર સરકાર પાસે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

NEET-PG એડમિશનમાં EWS રિઝર્વેશન મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી બે અઠવાડિયામાં માંગ્યો જવાબ, કાઉન્સિલિંગને આપી મંજૂરી
Supreme Court

Follow us on

સુપ્રીમ કોર્ટે NEET-PG એડમિશનમાં આર્થિક રીતે નબળા વિભાગ (EWS)ના આરક્ષણ સંબંધિત મામલામાં પોતાનો ચુકાદો આપતા કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. NEET-PG (All India Quota)માં OBC માટે 27 ટકા અને EWS કેટેગરી માટે 10 ટકા આરક્ષણ પ્રદાન કરતી મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની (Medical Counseling Committee) 29 જુલાઈ 2021ની સૂચનાને પડકારવામાં આવી છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એ. એસ બોપન્નાની બે જજની બેન્ચે ગુરુવારે આ મામલે સુનાવણી પૂર્ણ કરી હતી અને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે અરજદારોને 7 જાન્યુઆરી 2022 ની સવાર સુધીમાં તેમના જવાબની ટૂંકી નોંધ દાખલ કરવા જણાવ્યું હતું. ગુરુવારે સુનાવણી દરમિયાન, અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ આનંદ ગ્રોવરે કહ્યું કે, EWS કેટેગરી માટે 8 લાખ રૂપિયાની આવક મર્યાદા નક્કી કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે દેશમાં આટલી મોટી વસ્તી છે જેની વાર્ષિક આવક 0 થી 2.5 લાખ સુધીની છે.

‘5 લાખની આવકવેરાની મર્યાદા સામેલ કરવી જોઈએ’

એડવોકેટ આનંદ ગ્રોવરે કહ્યું કે, જો આવકવેરાની 5 લાખની મર્યાદાને પણ તેમાં સામેલ કરવામાં આવે તો 80 ટકાથી વધુ લોકો તેના દાયરામાં આવશે. આવી સ્થિતિમાં જો 5 લાખની આવકનો માપદંડ અપનાવવામાં આવે તો મોટા ભાગના લોકો તેમાં સામેલ થઈ જશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

તે જ સમયે, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) ના વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે ‘દર વર્ષે 45 હજાર ડોક્ટરો મેડિકલ પીજી માટે હાજર થાય છે. પરંતુ આ વર્ષે કોરોના રોગચાળાને કારણે પરીક્ષામાં વિલંબ થયો હતો. હાલમાં બીજા અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો જ કામ કરી રહ્યા છે. કારણ કે હજુ સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જોડાયા નથી.

અજય ભૂષણ પાંડે સમિતિ (Ajay Bhushan Pandey Committee) જેમાં સભ્ય સચિવ ICSSR વીકે મલ્હોત્રા અને મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલનો પણ સમાવેશ થાય છે. આ સમિતિની રચના રૂ. 8 લાખની આવક મર્યાદાની શક્યતાનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવી હતી. કોર્ટમાં એસજી તુષાર મહેતાએ કહ્યું કે, જાન્યુઆરી 2019થી 27 ટકા OBC, 10 ટકા EWS અનામતની જોગવાઈ છે.

કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં આ અંતર્ગત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ અનામતના આધારે યુપીએસસીની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. તો પછી NEET-PG માં તેનો અમલ ન કરવા માટે કોઈ વ્યાજબી નથી. તે ભેદભાવપૂર્ણ હશે.

27% OBC અને 10% EWS અનામત મંજૂર

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે મેડિકલ એડમિશનમાં 27 ટકા ઓબીસી અને 10 ટકા આર્થિક નબળા વિભાગ (EWS) અનામત આપવાની મંજૂરી આપી છે. EWS આરક્ષણ આપવા માટે, કુટુંબની આવક મર્યાદા વાર્ષિક 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. જે બાદ ત્રણ સભ્યોની પેનલે તેના પર ચર્ચા કરી હતી. કેન્દ્રએ કહ્યું કે, પેનલના સૂચન મુજબ 8 લાખની મર્યાદા વ્યાજબી છે અને અમે તેને ઘટાડવા માંગતા નથી.

 

આ પણ વાંચો: UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર

આ પણ વાંચો: Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ

Next Article