IIT Mandi Startup Grand Challenge 2021: જો તમે સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે, અથવા કોઈ ઈનોવેશન કરી રહ્યા છો અથવા ઉદ્યોગસાહસિક બનવાની ઈચ્છા ધરાવો છો. તો તમારા સપનાને સાકાર કરવાની આ એક સુવર્ણ તક છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મંડી (IIT Mandi) તમને આ અદ્ભુત તક આપી રહી છે. હકીકતમાં IIT મંડીના ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર તેની વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ ‘હિમાલયન સ્ટાર્ટઅપ ટ્રેક’ (HST 2021) ની પાંચમી આવૃત્તિ શરૂ કરી રહી છે. આ ઈવેન્ટ 11 અને 12 ડિસેમ્બર 2021ના રોજ આયોજિત થવા જઈ રહી છે.
આ ઇવેન્ટ દરમિયાન HST સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ – સ્ટાર્ટઅપ પિચ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. તેને HST ગ્રાન્ડ ચેલેન્જ 2021 નામ પણ આપવામાં આવ્યું છે. સ્ટાર્ટ-અપ્સની આ સ્પર્ધા માટે ત્રણ થીમ નક્કી કરવામાં આવી છે.
1. ન્યુ એજ એલાયન્સ – હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન (આ થીમ પરની સ્પર્ધાના વિજેતાને 2 લાખની ઇનામ રકમ આપવામાં આવશે).
2. ફૂટહિલ ઈનોવેટર્સ ચેલેન્જ – બિલ્ડ ફોર ધ હિમાલય (જે કોઈ આ થીમ પર સ્પર્ધા જીતશે તેને 1.25 લાખની ઈનામી રકમ આપવામાં આવશે).
3. હેબિટેબલ વર્લ્ડ ચેલેન્જ – એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (આ થીમ આધારિત સ્પર્ધાના વિજેતાને 2 લાખનું રોકડ ઇનામ મળશે).
જો તમે માનતા હોવ કે તમે આમાંની કોઈપણ થીમ પરની હરીફાઈમાં ભાગ લેવા માટે લાયક અને સક્ષમ છો, તો તરત જ નોંધણી કરો. આ ઈવેન્ટ દરમિયાન વિજેતા સ્ટાર્ટ-અપ્સ, ઈનોવેટર્સ અને આંત્રપ્રિન્યોર 5 લાખ રૂપિયાના રોકડ ઈનામ તેમજ 50 લાખ રૂપિયાના ભંડોળના હકદાર બનશે.
IIT મંડી સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ 2021 માં ભાગ લેવા માટે, તમારે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. તમે iitmandicatalyst.in/hst/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2021 છે.
આ પણ વાંચો: NFL Recruitment 2021: નેશનલ ફર્ટિલાઇઝર્સમાં ભરતી માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી
Published On - 5:14 pm, Wed, 17 November 21