UPSC NDA 2 Exam 2023: NDA 2 માટે રજીસ્ટ્રેશન શરૂ, ઓફિશિયલ વેબસાઈટ પર કરો એપ્લાય

|

May 17, 2023 | 7:46 PM

UPSC NDA 2 Exam Date : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, MDA 2 પરીક્ષા પછી, SSB Interview જાન્યુઆરી 2024 માં લેવામાં આવશે.

UPSC NDA 2 Exam 2023: NDA 2 માટે રજીસ્ટ્રેશન શરૂ, ઓફિશિયલ વેબસાઈટ પર કરો એપ્લાય
UPSC NDA 2 Exam 2023

Follow us on

UPSC NDA 2 Exam 2023 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટે UPSC NDA 2 પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલ સૂચના મુજબ NDA 2 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે 17 મે 2023થી શરૂ થઈ ગઈ છે. આમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ઉમેદવારોએ UPSCની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે.

આ પણ વાંચો : UPSC CSE 2023: 28 મેના રોજ સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા, તૈયારી માટે અનુસરો આ ટિપ્સ

UPSC NDA 2 માટે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ વર્ષે NDA 2ની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે. આમાં અરજી કરવા માટે 06 જૂન 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમે નીચે દર્શાવેલા સ્ટેપ્સને અનુસરી અપ્લાય કરી શકો છો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

UPSC NDA 2 Application કેવી રીતે અરજી કરવી

  1. UPSC NDA 2 પરીક્ષામાં ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ – upsc.gov.in ની મુલાકાત લો.
  2. વેબસાઈટના જ ફ્રન્ટ પેજ પર Online Application ની લિંક પર ક્લિક કરો.
  3. આ પછી તમારે UPSC NDA 2 Exam 2023 Registrationની લિંક પર જવું પડશે.
  4. ઉમેદવારોએ માંગેલી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરવું.
  5. રજીસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  6. અરજી કરવા માટે ફી જમા કરાવવી જરૂરી છે.

એપ્લિકેશન ફી વિશે વાત કરીએ તો, UPSC NDA પરીક્ષા માટે અરજી કરવા માટે, જનરલ અને OBC ઉમેદવારોએ ફી તરીકે 100 રૂપિયા જમા કરાવવા પડશે તેમજ એસસી એસટી મહિલા અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી નથી.

UPSC NDA 2 ની પરીક્ષા આ મહિને લેવામાં આવશે

UPSC દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ વર્ષે NDA 2 ની પરીક્ષા 03 સપ્ટેમ્બર 2023 ના રોજ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે NDA પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. બંને સત્રોની પરીક્ષા બાદ SSB ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. UPSC કેલેન્ડર 2023 મુજબ SSB ઇન્ટરવ્યુ જાન્યુઆરી 2024માં લેવામાં આવશે.

આર્મી વિંગમાં રસ ધરાવતા અરજદારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 12/ એચએસસી અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જોઈએ. નેવલ એકેડેમી ઓફ એરફોર્સ, નેવી અને નેશનલ ડિફેન્સ એકેડેમી માટે, ઉમેદવારે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે ધોરણ 12/એચએસસી પાસ કરેલું હોવું આવશ્યક છે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article