SSC GD Constable 2021: 2,847 પોસ્ટ માટે કરાશે મહિલાઓની ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે અરજી, જાણો સમગ્ર વિગત

|

Aug 03, 2021 | 3:04 PM

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ વિભાગોની 2,5271 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા લેવામાં આવશે.

SSC GD Constable 2021: 2,847 પોસ્ટ માટે કરાશે મહિલાઓની ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે અરજી, જાણો સમગ્ર વિગત
ફાઈલ ફોટો

Follow us on

SSC GD Constable 2021: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) વિભાગોની 2,5271 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા લેવામાં આવશે. આ વિભાગોમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), સશસ્ત્ર સીમા બાલ (SSB), ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), સચિવાલય સુરક્ષા દળ (SSF) અને આસામ રાઇફલ્સ (AR)નો સમાવેશ થાય છે. કુલ 25271 પોસ્ટ્સમાંથી 2,847 પોસ્ટ્સ મહિલા ઉમેદવારો માટે છે.

આવી સ્થિતિમાં જે મહિલા ઉમેદવારો આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ કમિશનની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ વિગતો આયોગની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવી છે.

વય મર્યાદા

આ પદ માટે અરજી કરનાર મહિલા ઉમેદવારોની ઉંમર 1 ઓગસ્ટ 2021ના ​​રોજ 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોની જન્મ તારીખ 2 ઓગસ્ટ 1998 પહેલાની ન હોવી જોઈએ અને 1 ઓગસ્ટ 2003 પછીની ન હોવી જોઈએ. જોકે, અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ સિવાય ગુજરાતમાં 1984ના રમખાણો અથવા 2002ના કોમી રમખાણોમાં માર્યા ગયેલા અનામત પીડિતોના બાળકો અને આશ્રિતોને 5 વર્ષ, 1984ના રમખાણો અથવા 2002ના કોમી રમખાણોમાં માર્યા ગયેલા OBC પીડિતોના બાળકો અને આશ્રિતોને 8 વર્ષ આપવામાં આવશે. 1984 અને ગુજરાતમાં 2002ના રમખાણોમાં માર્યા ગયેલા SC/ST પીડિતોના બાળકો અને આશ્રિતોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને દસ્તાવેજોની ચકાસણી બાદ આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વધુ માહિતી માટે, ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવેલ સૂચનામાં તપાસ કરી શકશે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Next Article