
SSC CPO SI 2020 Result: સીપીઓ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે હાથ ધરાયેલા બીજા પેપરનું પરિણામ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. SSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- ssc.nic.in પર જઈને પરિણામ (SSC CPO SI 2020 Result) ચકાસી શકે છે.
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 17 જૂન 2020 થી શરૂ થઈ હતી. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 16 જુલાઈ 2020 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા માટેનું પ્રથમ પેપર 23 થી 25 નવેમ્બર 2020 દરમિયાન યોજાયું હતું, જેના માટે 12 નવેમ્બર 2020 ના રોજ એડમિટ કાર્ડ આપવામાં આવ્યું હતું. પ્રથમ પેપરનું પરિણામ 26 ફેબ્રુઆરી 2021 ના રોજ બહાર પડ્યું જ્યારે વધારાનું પરિણામ 30 માર્ચ 2021 ના રોજ બહાર પાડવામાં આવ્યું. બીજુ પેપર 12 જુલાઈ 2021ના રોજ થવાનું હતું. હવે તેનું પરિણામ (SSC CPO SI 2020 Result) સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.