
SAC Recruitment : ગવર્નમેન્ટ સંસ્થા સેક (Space Applications Centre)અમદાવાદમાં અલગ-અલગ પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 27 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જૂન 2023 છે. SAC Recruitmentને લગતી તમામ માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://www.sac.gov.in/ની મુલાકાત લઇ શકો છો.
આ પણ વાંચો : Navy Agniveer Recruitment 2023 : નૌકાદળમાં અગ્નિવીર ભરતી માટે આ દિવસથી કરો અરજી, જાણો કેટલી જગ્યાઓ છે ખાલી
સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં રસોઈયા તેમજ લાઈટ વ્હીકલ ડ્રાઈવરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે અને તેની અંતિમ તારીખ પણ નજીક છે.
આસિસ્ટન્ટ – 25,500 થી 81,100 સુધી
રસોઈયા – 19,900 થી 63,200 સુધી
લાઈટ વિહીકલ ડ્રાઈવર – 19,900 થી 63,200 સુધી
આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ 2 પરીક્ષામાંથી પસાર થવું પડશે. જેમાં લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ સામેલ છે
આ સિવાય ભારતીય નૌકાદળ દ્વારા જાહરે કરવામાં આવેલી સૂચના અનુસાર Navy Agniveer SSR & MR માટે નોંધણી ઓનલાઈન લેવામાં આવી રહી છે. આમાં, તમે 15 જૂન 2023 સુધી અરજી કરી શકો છો.
અગ્નવીર પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્રની 10+2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારોએ 12માં ઓછામાં ઓછો એક વિષય રસાયણશાસ્ત્ર અથવા જીવવિજ્ઞાન અથવા કમ્પ્યુટર સાયન્સ હોવો આવશ્યક છે.
માત્ર અપરિણીત ભારતીય પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ નોંધણી માટે પાત્ર છે. ઉમેદવારોએ પરીક્ષા સમયે ‘અપરિણીત’ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અગ્નિવીરોને તેમના ચાર વર્ષના સમગ્ર કાર્યકાળ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.