SBI PO Interview Letter 2022: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India, SBI) એ પ્રોબેશનરી ઓફિસર્સની ભરતી માટે ઈન્ટરવ્યુ લેટર બહાર પાડ્યો છે. આવી સ્થિતિમાં, PO Mains પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઈન્ટરવ્યુ લેટર ડાઉનલોડ કરી શકે છે. શૉર્ટલિસ્ટેડ અરજદારોએ હવે તબક્કા-III (Interview Letter) માટે હાજર રહેવું પડશે. મુખ્ય પરીક્ષા 2 જાન્યુઆરી, 2022 ના રોજ લેવામાં આવી હતી. આ ખાલી જગ્યા (SBI PO Recruitment 2021) દ્વારા કુલ 2056 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં લાયક ઠરે છે તેઓ ઇન્ટરવ્યુમાં બેસવા માટે પાત્ર છે.
પ્રોબેશનરી ઓફિસર મુખ્ય પરીક્ષા પરિણામ (SBI PO Mains Exam 2021) SBIની સત્તાવાર સાઇટ sbi.co.in પર હાજર થયેલા તમામ ઉમેદવારો માટે ઉપલબ્ધ છે. ઇન્ટરવ્યુ ફેબ્રુઆરી 2022 ના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં લેવામાં આવશે અને તેના માટેનો કોલ લેટર ફેબ્રુઆરીના પહેલા અથવા બીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
ડાયરેક્ટ લિંક દ્વારા ઇન્ટરવ્યુ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
SBI દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર પસંદગી પ્રક્રિયા પ્રિલિમ્સ, મેન્સ, ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પ્રિલિમ્સમાં આપેલા પ્રદર્શનના આધારે, મેઈન્સમાં બોલાવવામાં આવશે. મેન્સમાં પાસ થયેલા ઉમેદવારોને ત્રીજા તબક્કા માટે બોલાવવામાં આવશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 2000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 810 બેઠકો રાખવામાં આવી છે. આ સિવાય OBC માટે 540, SC માટે 300 અને ST માટે 150 જગ્યાઓ પર ભરતી થવાની છે. તે જ સમયે, આર્થિક રીતે નબળા એટલે કે, EWS માટે 200 બેઠકો રાખવામાં આવી છે. સાથે જ બેકલોગમાં 56 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: CTET 2021 Answer key: CBSE CTET આન્સર કી થઈ જાહેર, જાણો કેવી રીતે નોંધાવાશે ઓબ્જેક્શન
આ પણ વાંચો: GATE 2022 પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ, ટૂંક સમયમાં થશે સુનાવણી