Sarkari Naukri 2023 : ગૃહ મંત્રાલયમાં વેકેન્સી, પદ માટે જાણો તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને વય મર્યાદા

|

Jan 30, 2023 | 12:37 PM

Sarkari Naukri 2023 : ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ સુરક્ષા સહાયક/એક્ઝિક્યુટિવ (SA/EXE) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ/જનરલ (MTS/GEN) પોસ્ટ્સ માટે ઑનલાઇન નોંધણી શરૂ કરી છે.

Sarkari Naukri 2023 : ગૃહ મંત્રાલયમાં વેકેન્સી, પદ માટે જાણો તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને વય મર્યાદા
IB Recruitment 2023

Follow us on

IB Recruitment 2023 Application process : ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ સુરક્ષા સહાયક/એક્ઝિક્યુટિવ (SA/EXE) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ/જનરલ (MTS/GEN) પોસ્ટ્સ માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ mha.gov.in પર અરજી કરી શકે છે.

IB ભરતી માટેની અરજી પ્રક્રિયા 28 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2023 સુધી સક્રિય રહેશે. આ અગાઉ ઓનલાઈન નોંધણી 21 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ કેટલીક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે તારીખ 28 જાન્યુઆરી 2023 કરવામાં આવી હતી. ઇન્ટેલિજન્સ બ્યુરોએ સુરક્ષા સહાયક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 1675 જગ્યાઓ પર નોટિફિકેશન પર જાહેર કર્યું છે, જેમાં સિક્યોરિટી આસિસ્ટન્ટની 1525 જગ્યાઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 150 જગ્યાઓ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : IB Recruitment 2022: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સરકારી નોકરી મેળવવાની તક, 766 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી વેકેન્સી

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર અરજીની છેલ્લી તારીખ એટલે કે 17 ફેબ્રુઆરી 2023ના રોજ 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ ઉપલબ્ધ છે.

એજ્યુકેશન ક્વોલિફિકેશન

ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરમ-10 અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જોઈએ.

સિલેક્શન પ્રોસેસ

પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટી, સ્કિલ ટેસ્ટ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.

How to apply for IB Recruitment 2023

  1. અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ mha.gov.in પર જાઓ.
  2. હોમપેજ પર “Online Applications for the posts of SA/Exe & MTS(Gen) in IB” પર ક્લિક કરો.
  3. હવે એક નવું પેજ ખુલશે અને માંગેલી માહિતી ભરો અને રજીસ્ટર કરીને અરજી ફોર્મ ભરો.
  4. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને એપ્લિકેશન ફી ચૂકવો.
  5. ભવિષ્યના ઉપયોગ માટે તમારા ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો અને લો.

અરજી ફી

એકવાર અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોને પરીક્ષા ફી રૂપિયા 50 (જો લાગુ હોય તો) અને રૂપિયા 450 (જો લાગુ હોય તો) ભરતી પ્રક્રિયા ચાર્જ જમા કરાવવા માટે ઓટોમેટિક પેમેન્ટ ગેટવે પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

Next Article