Sarkari Jobs: 26 હજારથી વધુ પોસ્ટ માટે સરકારી નોકરીઓ, આ વિભાગોમાં બમ્પર વેકેન્સી

|

May 06, 2022 | 6:57 PM

પંજાબના સરકારી વિભાગોમાં (Punjab Govt Jobs 2022) 26 હજારથી વધુ પોસ્ટ માટે વેકેન્સી બહાર પડી છે. સીએમ ભગવંત માને આગામી સરકારી ભરતીઓ વિશે જણાવ્યું છે. વાંચો પૂરા સમાચાર..

Sarkari Jobs: 26 હજારથી વધુ પોસ્ટ માટે સરકારી નોકરીઓ, આ વિભાગોમાં બમ્પર વેકેન્સી
Gujarat Metro Recruitment

Follow us on

Government Job Vacancy in Punjab: પંજાબમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. પંજાબમાં ટૂંક સમયમાં બમ્પર સરકારી નોકરીઓ (Sarkari Naukri)  આવવા જઈ રહી છે. પંજાબના અલગ-અલગ સરકારી વિભાગોમાં ઘણી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને (Bhagwant Mann) આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કુલ 26,454 જગ્યાઓ પર સરકારી ભરતી કરવામાં આવશે. આ અંગે અખબારોમાં જાહેરાતો પણ આપવામાં આવી છે. આ આગામી સરકારી નોકરીઓની વેકેન્સીની માહિતી ભગવંત માન દ્વારા આપવામાં આવી હતી, જ્યારે તેમણે મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યાના 50 દિવસ પૂરા કર્યા હતા.

પંજાબના સીએમ ભગવંત માનને ગુરુવાર, 05 મે 2022ના રોજ મુખ્યમંત્રી તરીકે 50 દિવસ પૂરા થયા. આ અવસર પર તેમણે ઘણી જાહેરાતો કરી હતી, જેમાંથી એક સરકારી નોકરીઓને લઈને મોટી જાહેરાત હતી. તેમણે એક ભરતી ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં કુલ 26,454 ખાલી જગ્યાઓ ભરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Punjab Sarkari Bharti 2022: આ વિભાગોમાં ભરતી થશે

સત્તાવાર માહિતી મુજબ પંજાબ સરકારના કુલ 25 વિભાગોમાં ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં કૃષિ, એક્સાઈઝ અને કરવેરા, નાણાં, પંજાબ પોલીસ, મહેસૂલ, જળ સંસાધન અને અન્યનો સમાવેશ થાય છે. સીએમ ભગવંત માને કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધવાની છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેરિટ આધારિત ભરતી

મુખ્યમંત્રીએ કહ્યું કે આ તમામ જગ્યાઓ પરની ભરતી સંપૂર્ણ રીતે મેરિટના આધારે કરવામાં આવશે. પંજાબ સરકાર આ ભરતી પ્રક્રિયાઓમાં સંપૂર્ણ પારદર્શિતા રાખશે. જેથી કરીને કોઈપણ પ્રકારની ભલામણ કે લાંચને સ્થાન ન રહે. ભગવંત માને ગુરુવારે એક વીડિયો સંદેશ પોસ્ટ કર્યો, જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘અમે છેલ્લા 50 દિવસમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે અને અમલમાં મૂક્યા છે. આજે હું રાજ્યના લોકો સાથે એક સારા સમાચાર શેયર કરવા માંગુ છું. આગામી દિવસોમાં પંજાબમાં 26,454 પોસ્ટ પર નોકરીઓ આપવામાં આવશે. આ અંગે અખબારોમાં નોકરીની જાહેરાત પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે પંજાબ કેબિનેટે સોમવારે જ રાજ્યમાં 26,454 પદોની ભરતીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Next Article