Sainik School: CM કેજરીવાલનો નિર્ણય, સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે

|

Mar 22, 2022 | 3:25 PM

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદી દિવસ પહેલા જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની સૈનિક સ્કૂલનું નામ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે.

Sainik School: CM કેજરીવાલનો નિર્ણય, સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે
ફાઈલ ફોટો

Follow us on

Delhi Sainik School: 23 માર્ચ ભગતસિંહનો (Bhagat Singh) શહીદી દિવસ છે. પંજાબના સીએમ ભગવંત માને મંગળવાર 23 માર્ચ ભગત સિંહના શહીદ દિવસ પર પંજાબમાં રજા જાહેર કરી છે. તે જ સમયે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે (CM Arvind Kejriwal) કહ્યું કે, દિલ્હી સરકાર એક મિલિટ્રી સ્કૂલ ખોલવા જઈ રહી છે જેનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. સીએમ કેજરીવાલે કહ્યું કે, આવતીકાલે શહીદ-એ-આઝમ ભગત સિંહનો શહીદી દિવસ (Martyrdom Day March 23) છે. ગયા વર્ષે અમે જાહેરાત કરી હતી કે અમે દિલ્હીમાં એક શાળા શરૂ કરીશું જ્યાં બાળકોને લશ્કરમાં જોડાવા માટે તાલીમ આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદી દિવસ પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની સૈનિક સ્કૂલનું નામ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે. આ શાળા સંપૂર્ણપણે મફત હશે અને રહેણાંક હશે. આ શાળામાં નિવૃત્ત સૈન્ય અધિકારીઓ વિદ્યાર્થીઓને આર્મીમાં જોડાવા માટે તાલીમ આપશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સીએમ કેજરીવાલે કરી જાહેરાત

આર્મી ભરતીની તાલીમ સૈનિક સ્કૂલમાં આપવામાં આવશે

સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં એક સ્કૂલ બનાવવામાં આવશે જેમાં એનડીએ જેવા સશસ્ત્ર દળો માટે તૈયારી કરવામાં આવશે, તેનું નામ શહીદ ભગત સિંહ આર્મ્ડ ફોર્સ પ્રિપેરેટરી સ્કૂલ હશે. કેજરીવાલે કહ્યું કે, આ ફ્રી સ્કૂલ હશે. તેમણે કહ્યું કે, 9મા અને 11મામાં એડમિશન લઈ શકાય છે, આ સ્કૂલમાં 100-100 સીટો હશે. સીએમ કેજરીવાલે કહ્યું કે આ 200 સીટો માટે અત્યાર સુધીમાં 18000 અરજીઓ આવી છે.

દિલ્હી સરકાર સૈનિક સ્કૂલ માટે ઝરોડા કલાન ખાતે 14 એકર જમીન પર ‘શહીદ ભગત સિંહ આર્મ્ડ ફોર્સિસ પ્રિપેરેટરી સ્કૂલ’ બનાવી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળો માટે તાલીમ આપવામાં આવશે. સ્કૂલ ફી મફત હશે અને છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયો અલગ-અલગ હશે.

ભગતસિંહના શહીદ દિવસના દિવસે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ ભગવંત માનની સરકારે શહીદ દિવસને લઈને નવી પરંપરા શરૂ કરી છે. સીએમ તરીકે શપથ લીધા બાદથી ભગવંત માન સતત ભગતસિંહની વિચારધારાને આગળ ધપાવવાનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

આ પણ વાંચો: ભારતીય સેનામાં SSC ટેકનિશિયનની 191 જગ્યા પર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article