RRB NTPC Answer Key 2021 : આજે બહાર પડશે આરઆરબી એનટીપીસી ભરતી પરીક્ષાની આંસર-કી, જાણો કેવી રીતે કરશો ચેક

|

Aug 16, 2021 | 3:04 PM

એનટીપીસી (નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી) ભરતી પરીક્ષા દ્વારા 35,277 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પરીક્ષા માટે 1.23 કરોડ ઉમેદવારોએ અરજી કરી હતી.

RRB NTPC Answer Key 2021 : આજે બહાર પડશે આરઆરબી એનટીપીસી ભરતી પરીક્ષાની આંસર-કી, જાણો કેવી રીતે કરશો ચેક
સાંકેતિક તસ્વીર

Follow us on

RRB NTPC Answer Key 2021 : RRB NTPC ભરતી પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. RRB NTPC ના તમામ તબક્કાઓ માટે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટની આન્સર કી આજે રાત્રે 8:00 વાગ્યે એક્ટિવ કરી દેવામાં આવશે. આ પરીક્ષામાં જે ઉમેદવાર સામેલ થયા હતા તે ઉમેદવારો રેલવે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર જઈને આન્સર કી (RRB NTPC આન્સર કી 2021) ડાઉનલોડ કરી શકશે.

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (Railway Recruitment Board, RRB) ની ક્ષેત્રીય વેબસાઇટની મુલાકાત લઈને આન્સર કી (RRB NTPC આન્સર કી 2021) ચેક કરી શકાય છે. RRB NTPC ભરતી પરીક્ષાનું આયોજન 28 ડિસેમ્બર 2020 થી 31 જુલાઈ 2021 સુધી સાત તબક્કામાં થયુ હતું. એનટીપીસી (નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી) ભરતી પરીક્ષા દ્વારા 35,277 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પરીક્ષા માટે 1.23 કરોડ ઉમેદવારોએ અરજી કરી હતી.

આવી રીતે જોઇ શકશો Answer-Key

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1. RRB NTPC ભરતી પરીક્ષાની આન્સર કી તપાસવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર જાઓ.

2. વેબસાઇટના હોમ પેજ પર, ઉમેદવારોએ તેમની ક્ષેત્રીય વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.

3. ત્યારબાદ RRB NTPC Exam 2019 Answer Key પર ક્લિક કરો

4. હવે માંગેલી વિગતો ભરીને સબમિટ કરો.

5. સબમિટ કરતાની સાથે જ પીડીએફ ફાઇલ દેખાશે.

6. તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઇ લો.

નોંધાવી શકો છો ઑબ્જેક્શન  

જો કોઈ ઉમેદવારને કોઈ સવાલના જવાબ અંગે કોઈ વાંધો હોય, તો તે 23 ઓગસ્ટ  રાતે 11:59 વાગ્યા સુધી પોતાનુ ઑબ્જેક્શન (RRB NTPC Answer Key Objections) નોંધાવી શકે છે. ઑબ્જેક્શન માટે પ્રશ્ન દીઠ રૂ. 50 જમા કરાવવાના રહેશે. બીજી બાજુ, જો ઑબ્જેક્શન યોગ્ય જણાય તો ફી પરત કરવામાં આવશે. ઓનલાઇન મોડ દ્વારા ફી ભરી શકાય છે.  RRB દ્વારા ઉમેદવારોના ઑબ્જેક્શનને ધ્યાનમાં લેવામાં આવશે અને RRB નો નિર્ણય અંતિમ રહેશે.

રૉલ નંબર મેળવવાની સુવિધા 

જે ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા છે પરંતુ તેમનો રોલ નંબર ભૂલી ગયા છે અથવા તેમનું એડમિટ કાર્ડ ખોવાઈ ગયું છે, તેમને તેમના રોલ નંબર પુન:પ્રાપ્ત કરવાની સુવિધા આપવામાં આવી છે. આ માટે ઉમેદવાર rrbntpc.onlinereg.in પર જશે અને રોલ નંબર ફોર્ગેટની લિંક પર ક્લિક કરશે. અહીં તેઓ પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પોતાનો રોલ નંબર મેળવી શકે છે.

 

આ પણ વાંચોNPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર

આ પણ વાંચોBank Job 2021: IDBI બેંકમાં એક્ઝીક્યૂટીવના 920 પદ પર વેકેન્સી, જાણો કેવી રીતે કરશો એપ્લાય

Published On - 12:57 pm, Mon, 16 August 21

Next Article