Indian Air Force Recruitment 2022: ધોરણ 10-12 પાસ થયેલા માટે એરફોર્સમાં સિવિલિયનની ભરતી, જાણો તમામ માહિતી

|

Mar 28, 2022 | 3:16 PM

જે ઉમેદવારો ધોરણ 10 પાસ અથવા ઘોરણ 12 પાસ છે, તેઓ રોજગાર સમાચારમાં જાહેરાત પ્રકાશિત થયાના  30 દિવસના અંદર ઑફલાઇન અરજી કરી શકે છે.

Indian Air Force Recruitment 2022:  ધોરણ 10-12 પાસ થયેલા માટે એરફોર્સમાં સિવિલિયનની ભરતી, જાણો તમામ માહિતી
Indian Airforce recruitment 2022 (Symbolic Image)

Follow us on

ધોરણ 10-12 પાસ થયેલા માટે એરફોર્સમાં સિવિલિયનની ભરતીની જાહેરાત થઇ છે. ઈન્ડિયન એર ફોર્સ (Indian Air Force) દ્વારા રોજગાર અખબારમાં હાઉસ કીપિંગ સ્ટાફ (House Keeping Staff), કૂક, કાર્પેન્ટર, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (Multi Tasking Staff, MTS) અને હિન્દી ટાઈપિસ્ટ જેવી ગ્રુપ C સિવિલિયન પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. હાઉસ કીપિંગ સ્ટાફ, કૂક, કાર્પેન્ટર, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટેની ભરતી એરફોર્સ સ્ટેશનો અને એરફોર્સ હોસ્પિટલમાં કરવામાં આવશે, જ્યારે હિન્દી ટાઇપિસ્ટની પોસ્ટ માટે ભરતી CASB દિલ્હી ખાતે કરવામાં આવશે.

જે ઉમેદવારો ધોરણ 10 પાસ અથવા ઘોરણ 12 પાસ છે, તેઓ રોજગાર સમાચારમાં જાહેરાત પ્રકાશિત થયાના  30 દિવસના અંદર ઑફલાઇન અરજી કરી શકે છે.

નોટિફીકેશન જોવા અહીં ક્લિક કરો

નોટિફિકેશન 1

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

નોટિફિકેશન 2

 

વય મર્યાદા

સામાન્ય : 18 – 25 વર્ષ

OBC : 18 – 28 Years

SC / ST : 18 – 30 Years

ખાલી પદો વિશે વિગતો

હાઉસ કીપિંગ સ્ટાફ – 1 કૂક (ઓર્ડિનરી) – 1, કાર્પેન્ટર (SK) – 1

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 1, હિન્દી ટાઈપિસ્ટ – 1

 

શૈક્ષણિક લાયકાત

MTS – ધોરણ 10 પાસ

HKS – ધોરણ 10 પાસ

કાર્પેન્ટર – ધોરણ 10 પાસ, માન્ય સંસ્થામાંથી કાર્પેન્ટર ટ્રેડમાં આઈટીઆઈનું પ્રમાણપત્ર અથવા એક્સ સર્વિસમેન

કુક – ધોરણ 10 પાસ સાથે જ કેટરિંગમાં ડિપ્લોમાનુ સર્ટિફિકેટ, 1 વર્ષનો અનુભવ

હિન્દી ટાઈપિસ્ટ – ધોરણ 12 પાસ અને કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં 35 wpm અથવા હિન્દીમાં 30 wpm ટાઈપ કરવાની સ્પીડ

સ્થળ

હાઉસ કીપિંગ સ્ટાફ – એર ઓફિસર કમાન્ડિંગ, એરફોર્સ સ્ટેશન, બરેલી, યુપી

કૂક (ઓર્ડિનરી) – એર ઓફિસર કમાન્ડિંગ, એરફોર્સ સ્ટેશન, ગોરખપુર, યુપી

કાર્પેન્ટર (SK) – સ્ટેશન, કમાન્ડર, એરફોર્સ સ્ટેશન, ભોવલ્લી, ઉત્તરાખંડ

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – કમાન્ડિંગ ઓફિસર, એરફોર્સ હોસ્પિટલ, એરફોર્સ સ્ટેશન, ગોરખપુર, યુપી

હિન્દી ટાઈપિસ્ટ – પ્રમુખ, સેન્ટ્રલ એરમેન સિલેક્શન બોર્ડ, એએફ કેમ્પ નરૈના, દિલ્હી કેન્ટ

આ રીતે કરો અરજી

ઉમેદવારો એમ્પ્લોયમેન્ટ અખબારમાં જાહેરાતના પ્રકાશનની તારીખથી 30 દિવસ સુધીમાં અથવા પહેલાં નિયત ફોર્મેટમાં ઑફલાઇન અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પામેલા અને શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો-

Video Resume: પ્રોફેશનલ વીડિયો રિઝ્યુમ કેવી રીતે બનાવવું ? જાણો સંપૂર્ણ વિગત સ્ટેપ બાય સ્ટેપ

આ પણ વાંચો-

ONGC Recruitment 2022: જુનિયર કન્સલ્ટન્ટ સહિત અનેક પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article