ભારતીય રેલવેએ દેશના બેરોજગાર યુવાનો માટે તાલીમની વિશેષ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત 50 હજાર યુવાનોને 4 અલગ અલગ ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ યુવાનો પોતપોતાના ક્ષેત્રમાં રોજગાર મેળવી શકશે . આ યોજનાનું નામ રેલ કૌશલ વિકાસ યોજના(rail kaushal vikas yojana 2021) છે. આ યોજના હેઠળ યુવાનોને ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયનની કુશળતાની તાલીમ આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે તાલીમ પછી રેલવેમાં પણ યુવાનો માટે તકો મળી શકે છે.
75 સ્થળો પર તાલીમ કાર્યક્રમ
રેલ કૌશલ વિકાસ યોજના અંતર્ગત દેશમાં 75 અલગ અલગ સ્થળોએ તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. દેશના યુવાનોને રોજગારી આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. યુવાનોને ચાર અલગ અલગ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે જેમાં વેલ્ડર, ફિટર, મશીનરી અને ઇલેક્ટ્રિશિયન જેવા ટ્રેડનો સમાવેશ થાય છે. આ તાલીમ યુવાનોને આત્મનિર્ભર અને કુશળ બનાવવાની સાથે સાથે રોજગાર મેળવવામાં પણ મદદ કરશે. આ તાલીમ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ: શુલ્ક રહેશે અને યુવાનો કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વગર 4 ટ્રેડમાં તાલીમ લઈ શકશે.
અત્રે નોંધનીય છે કે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે આ યુવાનોને તે રેલવેમાં નોકરી માટે નહિ પરંતુ પગભર બનાવવા તાલીમ આપે છે . રેલવે યુવાનોને રોજગાર માટે તૈયાર કરશે. શરૂઆતમાં 1000 યુવાનો પસંદ કરવામાં આવશે જે રેલવે તાલીમ માટે લાયક રહેશે. સમગ્ર ત્રણ વર્ષમાં 50 હજાર યુવાનોને તાલીમ આપવાની યોજના છે.
વધુ ટ્રેડનો જોડવામાં આવશે
વેલ્ડીંગ, ફિટર, મશીનરી અને ઇલેક્ટ્રિશિયન તાલીમ અત્યારે આપવામાં આવશે પરંતુ ભવિષ્યમાં તેમાં વધુ ટ્રેડ ઉમેરવામાં આવશે. રેલવે ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિંગલિંગ, કોંક્રિટ મિક્સિંગ, રોડ વેન્ડિંગ, કોંક્રિટ ટેસ્ટિંગ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રિપ્લેસમેન્ટ જેવા ટ્રેડ્સ પણ ટ્રેનિંગમાં ઉમેરવામાં આવશે. તાલીમ કાર્યક્રમનો કોર્સ બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવશે. બનારસ લોકોમોટિવ વર્ક્સને આ યોજનાનું નોડલ એકમ બનાવવામાં આવ્યું છે.
કૌશલ્ય યોજનાની જરૂરી માહિતી
આ પણ વાંચો : Gold Price Today : સોનામાં રોકાણ માટે આવી રહ્યો છે ઉત્તમ સમય, આજે પણ સસ્તું થયું સોનું , જાણો લેટેસ્ટ રેટ
આ પણ વાંચો : HOME LOAN : ફેસ્ટિવલ સિઝનમાં બેંકોએ હોમ લોનના દર ઘટાડયા અને પ્રોસેસિંગ ફી કરી માફ, જાણો કેટલો થશે લાભ ?