Railway Jobs: યુવાનો માટે સારા સમાચાર, રેલવે આપશે 2.4 લાખથી વધુ નોકરી, આવી રીતે કરો અરજી

|

Aug 09, 2023 | 3:40 PM

રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ખાલી જગ્યાઓની વિગતો શેર કરતી વખતે આ માહિતી આપી હતી. ભારતીય રેલવે ભરતી વેબસાઇટ એ પણ માહિતી આપે છે કે વિભાગ ટૂંક સમયમાં 2.4 લાખથી વધુ ખાલી જગ્યાઓ બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે.

Railway Jobs: યુવાનો માટે સારા સમાચાર, રેલવે આપશે 2.4 લાખથી વધુ નોકરી, આવી રીતે કરો અરજી
Railway Job

Follow us on

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) માહિતી આપતાં જણાવ્યું હતું કે, રેલવેના તમામ ઝોનમાં ગ્રુપ Cની 2,48,895 જગ્યાઓ ખાલી છે, જ્યારે ગ્રુપ A અને Bની પોસ્ટની 2,070 જગ્યાઓ ખાલી છે. રેલવે વિભાગે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ખાલી જગ્યાઓની (Railway Job) વિગતો શેર કરતી વખતે આ માહિતી આપી હતી. ભારતીય રેલવે ભરતી વેબસાઇટ એ પણ માહિતી આપે છે કે વિભાગ ટૂંક સમયમાં 2.4 લાખથી વધુ ખાલી જગ્યાઓ બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે.

ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય સેફ્ટી સ્ટાફ, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર (ASM), નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) અને ટિકિટ કલેક્ટર છે. ભારતીય રેલવે બોર્ડ સામાન્ય રીતે જૂથો દ્વારા વર્ગીકૃત થયેલ ભરતી સૂચનાઓ બહાર પાડે છે. રેલવે વિભાગની અંદર, તમામ પોસ્ટને બે મુખ્ય જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એક ગેઝેટેડ, જેમાં ગ્રુપ ‘A’ અને ‘B’ પોસ્ટનો સમાવેશ થાય છે, અને અન્ય નોન-ગેઝેટેડ, જેમાં ગ્રુપ ‘C’ અને ‘D’ પોસ્ટનો સમાવેશ થાય છે.

આ તમામ શ્રેણીઓ માટે જરૂરી લાયકાત શું છે?

ગ્રુપ A: આ કેટેગરીમાં સામાન્ય રીતે તે પોસ્ટ્સનો સમાવેશ થાય છે જે UPSC દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે સિવિલ સર્વિસ પરીક્ષા, એન્જિનિયરિંગ સેવા પરીક્ષા અને સંયુક્ત તબીબી સેવા પરીક્ષા દ્વારા ભરવામાં આવે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ગ્રુપ B: ગ્રુપ B માં સેક્શન ઓફિસર્સ ગ્રેડની પોસ્ટનો સમાવેશ થાય છે, જે ડેપ્યુટેશનના આધારે ગ્રુપ ‘C’ રેલવે કર્મચારીઓની ઉન્નત ભૂમિકાઓ છે.

ગ્રુપ C: આ કેટેગરી હેઠળ સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર, ક્લાર્ક, કોમર્શિયલ એપ્રેન્ટિસ, સેફ્ટી સ્ટાફ, ટ્રાફિક એપ્રેન્ટિસ અને વિવિધ એન્જિનિયરિંગ પોસ્ટ્સ (ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમ, સિવિલ, મિકેનિકલ) સહિતની વિવિધ ભૂમિકાઓ છે.

ગ્રુપ D: આમાં ટ્રેક-મેન, હેલ્પર, આસિસ્ટન્ટ પોઈન્ટ્સ મેન, સફાઈવાલા/સફાઈવાલી, ગનમેન, પટાવાળા અને રેલવે વિભાગની અંદર અલગ-અલગ સેલ્સ અને બોર્ડમાં અન્ય વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Career Tips: તમે અન્ય લોકોને ઈમ્પ્રેસ કરવા માંગો છો, તો આ ટિપ્સ વડે તમારી વાતચીત સ્કીલને સારી બનાવો

અરજી કેવી રીતે કરવી

1. ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ Indianrailways.gov.in પર જાઓ.

2. તમારો પસંદગીનો RRB પ્રદેશ, RRC અથવા મેટ્રો રેલ વિકલ્પ પસંદ કરો.

3. ચોક્કસ પ્રદેશ અથવા વિભાગ પસંદ કરો કે જેના માટે તમે અરજી કરવા માંગો છો.

4. રિક્રુટમેંટ સેકશન પર જાઓ અને આપેલ સૂચનાની કાળજી પૂર્વક સમીક્ષા કરો.

5. ઓનલાઇન અરજી ફોર્મ પર આગળ વધો અને તેને યોગ્ય રીતે ભરો.

6. રેલવે નોકરીની અરજી માટે આધાર કાર્ડ ફરજિયાત છે.

7. અરજી ફી માટે જરૂરી ચુકવણી કરો અને પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

8. ભવિષ્યના સંદર્ભ માટે તમારી સબમિટ કરેલી અરજીની નકલની પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલશો નહીં.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:40 pm, Wed, 9 August 23

Next Article