રેલવેમાં સરકારી નોકરીની તક, પગાર મળશે 1.6 લાખથી વધારે, જાણો કેવી રીતે કરવી ઓનલાઈન અરજી

મેનેજરની ખાલી જગ્યા માટે 50,000 થી લઈને 1,60,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટે 40,000 થી 1,40,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત આસિસ્ટન્ટ મેનેજરને 30,000 થી લઈને 1,20,000 રૂપિયાનો પગાર મળશે. ઓનલાઈન અરજી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ rvnl.org ની મુલાકાત લેવી પડશે.

રેલવેમાં સરકારી નોકરીની તક, પગાર મળશે 1.6 લાખથી વધારે, જાણો કેવી રીતે કરવી ઓનલાઈન અરજી
Railway Jobs
| Updated on: Nov 11, 2023 | 6:52 PM

જે યુવાઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા માટે સારી તક આવી છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ એટલે કે RVNL એ આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની ખાલી જગ્યા ભરવા માટે સૂચના જાહેર કરી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023 છે.

ઓનલાઈન અરજી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ rvnl.org ની મુલાકાત લેવી પડશે. આ અંગે વધારે માહિતી માટે ઉમેદવારોએ વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચના ધ્યાન પૂર્વક વાંચકી જોઈએ.

આવી રીતે કરો ઈમેલ દ્વારા અરજી

રેલ વિકાસ નિગમ લિમિટેડે જાહેર કરેલ આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર અને મેનેજરની ખાલી જગ્યા માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ rnvl.org પર કરિઅર સેકશનમાં આપેલ એક્ટિવ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ. ઓનલાઈન અરજી ફોર્મ જાહેરાતમાં આપવામાં આવેલ ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે. જુદી-જુદી પોસ્ટ માટે ઈમેલ આઈડી પણ અલગ છે.

ખાલી જગ્યા અને શૈક્ષણિક લાયકાતની વિગતો

સિવિલ, ઈલેક્ટ્રિકલ અને S&T વિભાગોમાં મેનેજરની 9 ખાલી જગ્યા પર ભરતી થશે. કુલ 50 જગ્યાઓ પર નિમણૂક થશે, જેમાં ડેપ્યુટી મેનેજરની 16 જગ્યાઓ અને આસિસ્ટન્ટ મેનેજરની 25 જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, તો તમામ પોસ્ટ્સ માટે ઉમેદવારોએ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે પૂર્ણ સમયનો સ્નાતકનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.

ઓછામાં ઓછો 9 વર્ષનો અનુભવ હોવો જરૂરી

આસિસ્ટન્ટની ખાલી જગ્યા માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. મેનેજરની પોસ્ટ માટે ઓછામાં ઓછો 9 વર્ષનો અનુભવ જરૂરી છે. મેનેજરની જગ્યા માટે, ઉમેદવારોની ઉંમર 1 ઓક્ટોબર 2023ના રોજ 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આસિસ્ટન્ટ અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ઉમેદવારોની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. અનામત કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

આ પણ વાંચો : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, પગાર મળશે 65 હજાર રૂપિયાથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી

પગારની વિગતો

મેનેજરની ખાલી જગ્યા માટે 50,000 થી લઈને 1,60,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટે 40,000 થી 1,40,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત આસિસ્ટન્ટ મેનેજરને 30,000 થી લઈને 1,20,000 રૂપિયાનો પગાર મળશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો