Railtel Vacancy 2022: રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Railtel)એ વિવિધ 69 જગ્યાઓ માટે (Railtel Recruitment 2022) અરજીઓ આમંત્રિત કરી છે. અરજીની પ્રક્રિયા 15 તારીખથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો Railtelindia.com પર અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 23 ફેબ્રુઆરી (23:59 PM) ના રોજ સમાપ્ત થશે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ અધિકૃત વેબસાઇટ Railtelindia.com પર જઈને અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો નીચે આપેલ છે. રેલટેલ ભરતી પરીક્ષા 2022 ઓનલાઈન મોડમાં (Online Exam) લેવામાં આવશે અને તેમાં કુલ 150 ગુણના બહુવિધ પસંદગી આધારિત પ્રશ્નો હશે. પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે જે 50 ગુણના હશે.
જોબ માટે પસંદગી મેળવવા માટે, ઉમેદવારોએ ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવવાના રહેશે.
સત્તાવાર નોટિફિકેશન ચકાસવા માટે અહિં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ railtelindia.comની મુલાકાત લો. હોમપેજ પર ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે, ‘Current Job Openings’ ટેબ પર ક્લિક કરો. રેલટેલ કોર્પોરેશનના ટેકનિકલ / માર્કેટિંગ / ફાઇનાન્સ / કાનૂની વિભાગોમાં નિયમિત ભરતી (SC / ST / OBC ની બેકલોગ ખાલી જગ્યાઓ સહિત) L ટેબ હેઠળની Apply લિંક પર ક્લિક કરો. એક નવી વિન્ડો ખુલશે, પૂછવામાં આવેલી વિગતોનો ઉપયોગ કરીને નોંધણી કરો. બાદમાં તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો. રેલટેલ ભરતી 2022 એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે. વિગતો ભરો અને નિયત ફોર્મેટમાં દસ્તાવેજો અપલોડ કરો. અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો. આ સંદર્ભે પ્રિન્ટ આઉટ લો.
દરેક પોસ્ટ માટે લાયકાતના ચોક્કસ માપદંડો છે અને અયોગ્યતા ટાળવા માટે ઉમેદવારોએ અરજી કરતા પહેલા પાત્રતા તપાસવી પડશે. અરજદારોએ અરજી ફી તરીકે રૂ. 1200 ચૂકવવાના રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. 600 ચૂકવવાના રહેશે.
ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર [SC / ST / OBC (NCL) / EWS], અનુભવ પ્રમાણપત્ર, અપંગતા પ્રમાણપત્ર, ભૂતપૂર્વ સૈનિકો અને અન્યના કિસ્સામાં ડિસ્ચાર્જ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે.
આ પણ વાંચો: GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો