
Prasar Bharati Recruitment 2022: પ્રસાર ભારતી સચિવાલયે (Prasar Bharati Secretariat) ન્યૂઝ રીડર અને અનુવાદકની (News Reader & Translator) ભરતી માટે નોકરીની સૂચના બહાર પાડી છે. સૂચના અનુસાર, ન્યૂઝ રીડર અને ટ્રાન્સલેટરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે, તેઓ છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2022 છે. અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ભરતી અભિયાન અંતર્ગત ન્યૂઝ રીડર અને ટ્રાન્સલેટર (NRT)-ઉર્દુની 5 જગ્યાઓ ભરવાની છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારોને 40 હજારથી 50 હજાર સુધીનો પગાર મળશે.
જારી કરાયેલા જાહેરનામા મુજબ, ઉમેદવાર પાસે અંગ્રેજી / ઉર્દૂ / હિન્દી પત્રકારત્વ / માસ કોમ્યુનિકેશનમાં પીજી / પીજી ડિપ્લોમા અથવા માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી ઉર્દૂમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જોઈએ. આ સિવાય ઉમેદવારને કોઈપણ સમાચાર સંસ્થા (પ્રિન્ટ / ટીવી / ડિજિટલ પ્લેટફોર્મ / રેડિયો)માં 3 વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ.
પ્લેટફોર્મની જરૂરિયાત મુજબ વાર્તાઓનો અનુવાદ, સંપાદન, ડ્રાફ્ટ. રેડિયો અને ડિજિટલ માધ્યમો માટે આકર્ષક રીતે સ્ક્રિપ્ટ લખવામાં સક્ષમ હોવા જોઈએ. માંગના આધારે વિશેષ કાર્યક્રમો માટે ઇન્ટરવ્યુ લેવા. AV માધ્યમ માટે સારી પ્રસ્તુતિ કૌશલ્ય સાથે વિશિષ્ટ ઇન્ટરવ્યુ, પ્રભાવશાળી અવાજનું આયોજન.
સૂચના જોવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન મુજબ, લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો પ્રસાર ભારતીની વેબસાઈટ https://applications.prasarbharati.org/ પર દસ્તાવેજો સાથે પ્રસાર ભારતીની વેબસાઈટ પર પ્રકાશનની તારીખથી 30 દિવસની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવામાં કોઈ સમસ્યા હોય તો, સ્ક્રીનશોટ સાથે hrcpbs@prasarbharati.gov.in પર ઈમેલ કરી શકાય છે.
આ પણ વાંચો: CTET 2021 Answer key: CBSE CTET આન્સર કી થઈ જાહેર, જાણો કેવી રીતે નોંધાવાશે ઓબ્જેક્શન
આ પણ વાંચો: GATE 2022 પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ, ટૂંક સમયમાં થશે સુનાવણી