PM National Apprenticeship Mela 2022: વડાપ્રધાનના રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ મેળામાં આજે 1000થી વધુ કંપનીઓ લેશે ભાગ

PMNAM 2022: કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા દેશભરમાં 200થી વધુ સ્થળોએ યોજાશે.

PM National Apprenticeship Mela 2022: વડાપ્રધાનના રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ મેળામાં આજે 1000થી વધુ કંપનીઓ લેશે ભાગ
PMNAM 2022 Apprentice
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:54 AM

PM National Apprenticeship Mela 2022: રોજગારની શોધમાં રહેલા યુવાનો માટે પ્રધાનમંત્રીના સ્કિલ ઈન્ડિયા મિશન દ્વારા દેશભરમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ ફેરનું આયોજન (PM National Apprenticeship Mela) કરવામાં આવી રહ્યું છે. આજે એટલે કે 11 જુલાઈ, 2022ના રોજ દેશભરમાં 200થી વધુ સ્થળોએ આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ જોબ ફેરના સંગઠનમાં 36 ક્ષેત્રો અને 500 શાખાઓની 1,000થી વધુ કંપનીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા દ્વારા લાયક ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં એપ્રેન્ટિસ નોકરીઓની જગ્યાઓ પર નોકરીઓ મળશે.

Skill Indiaએ ટ્વીટ કરીને આપી માહિતી

કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (Ministry of Skill Development and Entrepreneurship) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં આવા મેળામાં 1,88,410 અરજદારોએ ભાગ લીધો છે. આ દ્વારા એપ્રેન્ટિસશિપ માટે 67,035 દરખાસ્તો આપવામાં આવી છે. આ રોજગાર મેળામાં નોંધણી માટે ઓફિશ્યલ વેબસાઈટ- dgt.gov.inની મુલાકાત લો.

Apprenticeship Mela 2022: કેવી રીતે કરવી નોંધણી

  1. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ- dgt.gov.in પર જાઓ.
  2. વેબસાઈટના હોમ પેજ પર APPRENTICESની લિંક પર જાઓ.
  3. હવે રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.
  4. તેમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
  5. તમારી નજીકના મેળાનું સ્થાન જોવા માટે ભારતના નકશા પર ક્લિક કરો.

સીધી લિંક દ્વારા નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો.

5મું પાસથી લઈને ગ્રેજ્યુએટ વાળા સુધી તક

કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ વર્ષે પાંચમું પાસથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળામાં ભાગ લઈ શકે છે. વેલ્ડીંગ, ઈલેક્ટ્રીકલ વર્ક, હાઉસકીપીંગ, બ્યુટીશીયન, મિકેનિક વર્ક વગેરેમાં નોકરીની ઓફર પણ મળશે. અરજદારો પાસે શિક્ષણ સંબંધિત પ્રમાણપત્ર, કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર, ITI ડિપ્લોમા અથવા UG ડિગ્રી હોવી જોઈએ.

યુપીના 25 જિલ્લામાં આયોજિત

ઉત્તર પ્રદેશના 25 જિલ્લામાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા (PMNAM 2022)નું આયોજન કરવામાં આવશે. તેમાં ફતેહપુર, ઈટાવા, સિદ્ધાર્થ નગર, ચંદૌલી, બારાબંકી, બાંદા, બલિયા, બહરાઈચ, બાગપત, અમરોહા, અમેઠી, કન્નૌજ, કાસગંજ, કુશી નગર, ખેરી, મૈનપુરી, મથુરા, જાલૌન, પીલીભીત, પ્રતાપગઢ, રાય બરેલી, રામપુર, રામપુર, ઈટાવા, શ્રાવસ્તી અને સોનભદ્રનો સમાવેશ થાય છે.