Paytmમાં 20,000થી વધુ કર્મચારીઓની કરાશે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

|

Aug 03, 2021 | 4:33 PM

એક અહેવાલ પ્રમાણે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytm ભારતભરમાં લગભગ 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સની ભરતી કરી રહી છે.

Paytmમાં 20,000થી વધુ કર્મચારીઓની કરાશે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

એક અહેવાલ પ્રમાણે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytm ભારતભરમાં લગભગ 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સની ભરતી કરી રહી છે. ડિજિટલ માધ્યમ અપનાવવા અંગે વેપારીઓને શિક્ષિત કરવા માટે આ ભરતી કરવામાં આવી રહી છે. આ બાબતની નજીકના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. Paytmએ નોકરીની જાહેરાત બહાર પાડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ (FSE) પાસે માસિક પગાર અને કમિશનમાં 35,000 અને તેનાથી વધુ કમાવાની મોટી તક છે. કંપની યુવા અને સ્નાતકોને એફએસઈ તરીકે નિયુક્ત કરવા માંગે છે.

એવી પણ માહિતી સામે આવી રહિ છે કે, Paytmએ FSE માટેની ભરતી કરવાનું શરૂ કર્યું છે. આ તક તે લોકો માટે છે કે જેઓ ધોરણ 10 અને 12 પાસ થયા છે અથવા સ્નાતક છે. આનાથી નાના શહેરો અને નગરોમાં રોજગાર મેળવવામાં મદદ મળશે. ખાસ કરીને તે લોકો માટે જેમણે કોરોના રોગચાળા દરમિયાન નોકરી ગુમાવી છે. કંપની મહિલા વેપારીઓને ડિજિટલ પેમેન્ટ અંગે શિક્ષિત કરવામાં મદદ માટે વધુ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માંગે છે.

એફએસઈ કંપનીની ઇકોસિસ્ટમમાં પેટીએમ ઓલ-ઇન-વન ક્યૂઆર કોડ, પેટીએમ ઓલ-ઇન-વન પીઓએસ મશીન, પેટીએમ સાઉન્ડબોક્સ તેમજ વોલેટ્સ, યુપીઆઇ, પેટીએમ પોસ્ટપેડ, મર્ચન્ટ લોન્સ સહિતના ઉત્પાદનોની સમગ્ર શ્રેણીને પ્રોત્સાહન આપશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

પેટીએમ વેપારીઓને પુરસ્કાર આપવા માટે બાંયધરીકૃત કેશબેક ઓફર પણ ચલાવી રહ્યું છે. એફએસઇ દ્વારા મેળવી શકાય તેવા સાઉન્ડબોક્સ અને આઇઓટી (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) ઉપકરણો પણ ઓફર કરી રહ્યું છે.

કંપનીએ આ વર્ષે કાર્યક્રમ માટે 50 કરોડ રૂપિયા પ્રતિબદ્ધ કર્યા છે, જેમાં બે કરોડથી વધુ વેપારીઓને દૈનિક જીવનમાં પેટીએમનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક છે. ડેટા ફર્મ RedSeer’sના જણાવ્યા અનુસાર, Paytmનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (GMV) લગભગ 4 લાખ કરોડ રૂપિયા છે. જે પેમેન્ટ ઉદ્યોગમાં સૌથી વધુ છે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Published On - 3:48 pm, Tue, 3 August 21

Next Article