ONGC Recruitment 2021: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ HR એક્ઝિક્યુટિવ અને પબ્લિક રિલેશન ઓફિસર (PRO) ની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ માટે યુજીસી નેટ જૂન 2020 ના સ્કોર કાર્ડની જરૂર પડશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ongcindia.com દ્વારા અરજી કરી શકે છે. ONGCની આ ભરતી અભિયાન દ્વારા 21 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં HR એક્ઝિક્યુટિવની 15 જગ્યાઓ અને જનસંપર્ક અધિકારીની 6 જગ્યાઓ છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી, 2022 છે.
ONGC Recruitment 2021 માટે કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની અરજી રજીસ્ટર કરવા માટે ongcindia.com ની મુલાકાત લેવાની જરૂર છે. નોંધણી માટે સાઇટ 4 જાન્યુઆરી, 2022 સુધી ખુલ્લી રહેશે. એપ્લિકેશન માટે અન્ય કોઈ મોડ નથી.
અરજી ફી
જનરલ, OBC અને EWS ઉમેદવારો માટેની અરજી ફી રૂપિયા 300 છે જ્યારે SC/ST કેટેગરીને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. જો કે અનામત વર્ગના ઉમેદવારોને ભારત સરકારના નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
ONGC Recruitment 2021 માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
અરજી ફોર્મ ભરતી વખતે નીચે દર્શાવેલ દસ્તાવેજોની જરૂર પડશે. તેથી તમે તેમને અગાઉથી તૈયાર રાખો જેથી કરીને તમે સરળતાથી અરજી ફોર્મ ભરી શકો.
ONGC ભરતી 2021 અંગેની મહત્વપૂર્ણ માહિતી
અરજીની પ્રક્રિયા 15 ડિસેમ્બર 2021થી શરૂ થઈ છે જે 4 જાન્યુઆરી, 2022 સુધી ચાલશે. તેથી તમારે 4 જાન્યુઆરી 2022 પહેલા તમારું અરજીપત્રક સબમિટ કરવું જોઈએ.
આ પણ વાંચો : NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
આ પણ વાંચો : Bombay High Court Recruitment 2022: બોમ્બે હાઈકોર્ટમાં કલાર્કની પોસ્ટ પર બમ્પર વેકેન્સી, જુઓ વિગત
Published On - 11:31 am, Fri, 24 December 21