નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

|

Dec 05, 2021 | 9:17 AM

નેશનલ ટેલેન્ટ સર્ચ એ ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની વિદ્યાર્થી યોજના છે. જે વિદ્યાર્થીઓએ અગાઉની પરીક્ષામાં 60% થી વધુ ગુણ મેળવ્યા હોય તેઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?
File Photo

Follow us on

NTSE Registration 2022: નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન (NTSE) માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અરજી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ- ncert.nic.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષા (NTSE) 2022 માટે ફક્ત નોંધાયેલ શાળાના વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે, પરંતુ હજુ સુધી 50 ટકા શાળાઓએ નોંધણી કરાવી નથી. કેન્દ્રીય સ્તરે યોજાનારી નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન (NTSE)ની પ્રથમ તબક્કાની પરીક્ષા 2021-22 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

10 હજાર વિદ્યાર્થીઓએ અરજી કરી

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 10 હજાર વિદ્યાર્થીઓએ અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, NTSE દર વર્ષે NCERT દ્વારા લેવામાં આવે છે. જેમાં દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. બે તબક્કામાં લેવાતી આ પરીક્ષામાં સફળ થયા બાદ વિદ્યાર્થીને 11ધોરણથી PHD સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. NCERT દ્વારા ધોરણ 11 અને 12માં વાર્ષિક 12 હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે. ઉપરાંત યુજીસીના નિયમો અનુસાર ગ્રેજ્યુએશનની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે.

નેશનલ ટેલેન્ટ સર્ચ શું છે?

નેશનલ ટેલેન્ટ સર્ચ એ ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની વિદ્યાર્થી યોજના છે. જે વિદ્યાર્થીઓએ અગાઉની પરીક્ષામાં 60% થી વધુ ગુણ મેળવ્યા હોય તેઓ આ પરીક્ષામાં બેસી શકે છે. પરીક્ષા બે તબક્કામાં યોજાઈ છે. પ્રથમ તબક્કો રાજ્ય સ્તરે છે. જેનું આયોજન વિવિધ રાજ્યોમાં NTSE સંબંધિત પરીક્ષા નિયમનકારી બોર્ડ અથવા ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં પાસ થાય છે તેઓ બીજા તબક્કામાં સ્ટેજ 2 ની પરીક્ષા આપે છે.

બીજો તબક્કો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવે છે.તમને જણાવી દઈએ કે,ધોરણ 11 અને 12માં સ્ટેજ-2ની પરીક્ષામાં સફળ વિદ્યાર્થીને વાર્ષિક 12 હજાર સ્કોલરશિપ (NTSE સ્કોલરશિપ 2021) આપવામાં આવે છે.

 

આ પણ વાંચો : UPSC Success Story: કોચિંગ છોડ્યું અને સેલ્ફ સ્ટડી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તપસ્યા બીજા પ્રયાસમાં બની IAS ટોપર

આ પણ વાંચો : NIOS ODE Exams 2022: ઓપન સ્કૂલ ધોરણ 10 અને 12 ઓન-ડિમાન્ડ પરીક્ષાની તારીખ જાહેર, અહીં તપાસો વિગતો

Next Article