NTPC Recruitment 2021: પરીક્ષા વગર મળી રહી છે સરકારી નોકરીઓ, આજે અરજી કરવાની છેલ્લી તારીખ

|

Jun 10, 2021 | 5:40 PM

NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC : National Thermal Power Corporation)માં 280 પોસ્ટ્ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે.

NTPC Recruitment 2021: પરીક્ષા વગર મળી રહી છે સરકારી નોકરીઓ, આજે અરજી કરવાની છેલ્લી તારીખ
symbolic image

Follow us on

NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC : National Thermal Power Corporation)માં 280 પોસ્ટ્ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. Executive Engineer Trainee (EET)ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આજ રાત સુધી કરી શકાશે.

 

આ Sarkari Naukriના પદ માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો NTPCની સત્તાવાર વેબસાઈટ ntpc.co.in પર ઑનલાઈન અરજી કરી શકે છે. આ (Sarkari Naukri 2021) ખાલી જગ્યા માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. પરીક્ષા વગર નોકરીની આ એક સરસ તક છે. જો તમારે આ ખાલી જગ્યા માટે અરજી કરવી હોય તો નીચે આપેલી માહિતી કાળજીપૂર્વક વાંચો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

કરો અરજી

આ પોસ્ટ્ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ Sarkari Naukriમાં અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા NTPCની ઑફિશિયલ વેબસાઈટ – ntpc.co.in પર જવું પડશે. અહીં તમારે રિક્રૂટમેન્ટ સેક્શન અથવા કેરિયર લિંકની મુલાકાત લઈને નોંધણી કરાવવી પડશે. તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશનની લિંક 10 જૂન, 2021 એટલે કે આજ પછીથી દૂર કરવામાં આવશે.

 

આ વિભાગોમાં મળશે નોકરીઓ

જાહેર કરેલ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે આ ખાલી જગ્યા હેઠળ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)માં ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટેશન વિભાગોમાં નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. સંપૂર્ણ ખાલી જગ્યાની વિગતો માટે સત્તાવાર સૂચના તપાસો.

 

પસંદગી પ્રક્રિયા

આ (NTPC Recruitment 2021) ખાલી જગ્યા હેઠળ અરજી કરનારા ઉમેદવારો માટે ગેટની પરીક્ષા (GATE Exam) પાસ કરવી ફરજિયાત છે. આમાં ગેટ પરીક્ષાના (GATE Exam) સ્કોરના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યૂ માટેના શોર્ટલિસ્ટ ઉમેદવારોની મેરિટ લિસ્ટ પણ ગેટ પરીક્ષાના (GATE Exam) જ સ્કોરકાર્ડમાંથી તૈયાર કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Indian Army Recruitment 2021: ભારતીય સૈન્યમાં મહિલા જીડી સૈનિકની પોસ્ટ માટે જગ્યા ખાલી, જાણો કેવી રીતે અરજી કરવી

Next Article