Education News: આનંદો… હવે ગુજરાતીમાં થશે એન્જિનિયરિંગનો અભ્યાસ! ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે આ ચાર અભ્યાસક્રમો

|

Jul 23, 2022 | 9:22 AM

જાપાન, ચીન, જર્મની, પોલેન્ડ (Japan, China, Germany, Poland) જેવા દેશો તેમની માતૃભાષામાં જ ભણાવી રહ્યા છે. ત્યાં આ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.

Education News: આનંદો... હવે ગુજરાતીમાં થશે એન્જિનિયરિંગનો અભ્યાસ! ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે આ ચાર અભ્યાસક્રમો
Engneering in Gujarati Medium

Follow us on

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એ જાહેરાત કરી છે કે, ચાર અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ગુજરાતીમાં ભણાવવામાં આવશે. મહેસાણામાં આવેલી કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજ ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI) શૈક્ષણિક સત્ર 2022-23થી ગુજરાતી માધ્યમમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગની 30-30 બેઠકો માટે પ્રવેશ આપશે. 2011થી ચાલતી આ સંસ્થા આ ચાર કાર્યક્રમો અંગ્રેજી માધ્યમમાં ભણાવતી હતી.

જીટીયુના (GTU) વાઇસ ચાન્સેલર પ્રોફેસર નવીન સેઠે જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સુધારા હેઠળ લેવામાં આવ્યો છે. NEPમાં, માતૃભાષામાં ટેક્નિકલ અભ્યાસક્રમો ચલાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે, 10 રાજ્યોમાં 19 સંસ્થાઓએ છ પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગ પ્રોગ્રામ શરૂ કર્યા હતા. અમે પણ પ્રયત્ન કર્યો, પણ કોઈ ને કોઈ કારણસર થઈ શક્યું નહીં. પરંતુ આ વર્ષે અમે મહેસાણાથી આ પહેલ શરૂ કરી રહ્યા છીએ. પ્રોફેસર શેઠે જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રના ઉદ્યોગ નિષ્ણાંતો સાથે બેઠક અને પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

નિષ્ણાંતો સાથે વાત કર્યા બાદ લેવાયો નિર્ણય

વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, ઉદાહરણ તરીકે, બિલ્ડરો જેવા સિવિલ એન્જિનિયરિંગના નિષ્ણાંતોને મળ્યા હતા અને સલાહ લેવામાં આવી હતી. મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પણ આવી જ બેઠક યોજાઈ હતી. બધાએ કહ્યું કે, તેઓને ગુજરાતીમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારને નોકરી પર રાખવાના વિચાર પર કોઈ વાંધો નથી. તેમણે કહ્યું, આ ઉમેદવારોને મદદ કરશે, કારણ કે તે કર્મચારીઓ સાથે તેમની માતૃભાષામાં વાતચીત કરવામાં મદદ રહેશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધશે

GTUએ દાવો કર્યો હતો કે, આ નિર્ણયને કારણે ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક મળશે. આ સાથે ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પણ વધશે. જીટીયુના રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે, જાપાન, ચીન, જર્મની, પોલેન્ડ જેવા દેશો તેમની માતૃભાષામાં જ અભ્યાસ આપે છે. ત્યાં આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ 200 વર્ષના અંગ્રેજોના શાસનને કારણે આપણે અંગ્રેજી તરફ વળ્યા છીએ. તેમાં પરિવર્તનની જરૂર છે. GTU ગુજરાતી માધ્યમમાં ડિપ્લોમા પ્રોગ્રામ પણ શરૂ કરશે. માત્ર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં અંગ્રેજી શીખવવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓને તેમના જવાબો ગુજરાતીમાં પણ લખવાની છૂટ છે.

Next Article