NEET UG 2023 exam to be held on May 07
NEET UG 2023 Admit Card: મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET પરીક્ષાનું એડમિટ કાર્ડ આજે બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ માટે નોંધણી કરાવી છે તેઓ NEET UG 2023 ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે NEET UG પરીક્ષા 07 મે 2023 ના રોજ લેવામાં આવશે. આવી સ્થિતિમાં, પરીક્ષા પહેલા, પરીક્ષા કેન્દ્ર અંગેની માર્ગદર્શિકા વિશે ચોક્કસપણે જાણી લેવું જરુરી છે.
NEET UG પરીક્ષા આડે હવે માત્ર 3 દિવસ જ બાકી છે. ઉમેદવારો પ્રવેશ કાર્ડમાં પરીક્ષાની વિગતો જોઈ શકે છે. જોકે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા કેન્દ્રની સિટી સ્લિપ જાહેર કરવામાં આવી છે. આ સિટી સ્લિપમાં પરીક્ષાની તારીખ અને સમય તેમજ પરીક્ષા કેન્દ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે.
આ પણ વાંચોઃ CBSE Board Result 2023: અહીં રોલ નંબર દ્વારા નોંધણી કરો અને સૌથી પહેલા તમને માર્કશીટ મળશે
NEET પરીક્ષા કેન્દ્ર માર્ગદર્શિકા
- બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
- ટ્રાફિક, પરીક્ષા કેન્દ્રનું સ્થાન અને હવામાનની સ્થિતિ વગેરે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ઉમેદવારે અગાઉથી ઘરેથી નીકળવું જોઈએ.
- પરીક્ષાર્થીઓ દ્વારા કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને શિક્ષા કરવામાં આવશે.
- ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડીને અથવા તેની સાથે ફોટો લઈને પહોંચવું જોઈએ.
- પરીક્ષા હોલની અંદર મોબાઈલ, સ્માર્ટ વોચ, લેપટોપ જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જશો નહીં.
- ઉમેદવારોએ કોવિડ-10 માર્ગદર્શિકા મુજબ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જોઈએ.
- પુરૂષ ઉમેદવારોએ હાફ સ્લીવ શર્ટ, ટી-શર્ટ પહેરવું જોઈએ. ફુલ સ્લીવ શર્ટને મંજૂરી નથી.
- મહિલા ઉમેદવારોએ વિસ્તૃત ભરતકામ, ફૂલો, બ્રોચ અથવા બટનોવાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
- મહિલા ઉમેદવારોએ કાનની બુટ્ટી, વીંટી, પેન્ડન્ટ, નેકલેસ, બ્રેસલેટ અથવા પાયલ જેવા કોઈપણ પ્રકારના ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ.
NTA એ ઉમેદવારોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ આપ્યા છે. જો કોઈ ઉમેદવારને NEET UG પરીક્ષા કેન્દ્ર સ્લિપ અથવા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તે/તેણી 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા neet@nta.ac.in પર ઈમેલ કરી શકે છે.