NEET PG 2022: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG 2022) પરીક્ષા અને ઇન્ટર્નશિપ (NEET PG Internship Deadline) પૂર્ણ કરવા માટેની અરજી માટેની અંતિમ તારીખ અંગેની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળને કેન્દ્ર સરકારનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રતિનિધિમંડળની દરખાસ્ત મળ્યાના એક સપ્તાહની અંદર તેના પર ઝડપથી કામ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પહેલા 4 ફેબ્રુઆરીએ આ મામલાની સુનાવણી કરી હતી અને આ મામલાની વધુ સુનાવણી મંગળવાર, 8 ફેબ્રુઆરીએ કરવા માટે સૂચિત કરી હતી.
Supreme Court asks NEET-PG 2022 aspirants to make a representation to the Centre for an extension of the May 31 deadline for completion of internship as they were in COVID duties last year. SC asks Centre to consider the representation expeditiously from one week of receiving it. pic.twitter.com/VuLbtZFnkm
— ANI (@ANI) February 8, 2022
તાજેતરમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે NEET PG પરીક્ષા (NEET PG exam) 2022 6-8 અઠવાડિયા માટે સ્થગિત કરી છે. પરીક્ષા 12 માર્ચે યોજાવાની હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે મંગળવારે બપોરે 2 વાગ્યે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ-ગ્રેજ્યુએટ (NEET PG 2022) પરીક્ષા કેસમાં સુનાવણી શરૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, NEET PG પરીક્ષા 2022થી પહેલાથી જ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્થગિત કરવામાં આવી છે. અગાઉ, NEET PG પરીક્ષા 12 માર્ચ, 2022 ના રોજ નક્કી કરવામાં આવી હતી, જે 21 મે સુધી મુલતવી રાખવામાં આવી છે. તે જ સમયે, વિદ્યાર્થીઓની અરજીને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે NEET PG પરીક્ષા પ્રક્રિયાને પણ લંબાવી હતી.
સાથે સાથે કેન્દ્ર સરકારને પણ વહેલી તકે પ્રતિનિધિ મંડળની માંગણીઓ પર વિચાર કરવા સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ અરજીમાં દાવો કર્યો હતો કે ફરજિયાત ઇન્ટર્નશિપ અવધિ પૂર્ણ ન થવાને કારણે ઘણા MBBS ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માર્ચ 2022ની NEET પરીક્ષામાં બેસી શકશે નહીં. તેથી NEET PG 2022 પરીક્ષા મુલતવી રાખવી જોઈએ અને ઇન્ટર્નશિપની સમયમર્યાદા લંબાવવી જોઈએ.