NEET Counselling 2021: ક્યાં કેટલી બેઠકો માટે AIQ કાઉન્સેલિંગ યોજાશે, અહીં જાણો સંપૂર્ણ માહિતી

|

Dec 21, 2021 | 11:49 AM

NEET 2021 AIQ Counselling: NEET AIQ કાઉન્સિલિંગ 2021 વિશેની માહિતી MBBS, BDS, MD, MS સહિતના તમામ UG અને PG મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રકાશિત કરવામાં આવી છે.

NEET Counselling 2021: ક્યાં કેટલી બેઠકો માટે AIQ કાઉન્સેલિંગ યોજાશે, અહીં જાણો સંપૂર્ણ માહિતી
NEET MDS 2022:

Follow us on

NEET 2021 AIQ Counselling: NEET AIQ કાઉન્સિલિંગ 2021 વિશેની માહિતી MBBS, BDS, MD, MS સહિતના તમામ UG અને PG મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રકાશિત કરવામાં આવી છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ તેની વેબસાઈટ mcc.nic.in પર બે દિવસ પહેલા NEET UG PG કાઉન્સેલિંગની જાહેરાત કરી છે. આ વખતે યોજાનારી NEET 2021 કાઉન્સિલિંગની માર્ગદર્શિકા ઉપરાંત બેઠકો વિશે પણ માહિતી આપવામાં આવી છે.

આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, MCC દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ કેટલી સીટો પર એડમિશન માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે. અહીં NEET UG કાઉન્સેલિંગ, NEET PG કાઉન્સેલિંગ અને NEET સુપર સ્પેશિયાલિટી કાઉન્સેલિંગમાં સીટો વિશે માહિતી આપવામાં આવી રહી છે, જેની માહિતી MCC દ્વારા જ આપવામાં આવી છે.

NEET UG AIQ Counselling Seats 2021

તમામ રાજ્યોમાં 15-15 ટકા એમબીબીએસ અને બીડીએસ બેઠકો માટે કાઉન્સેલિંગ યોજવામાં આવશે (J&Kની ભાગીદારી રાજ્ય દ્વારા ઓફર કરાયેલી બેઠકોની સંખ્યા પર નિર્ભર રહેશે).
બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ની MBBS અને BDSની 100% બેઠકો માટે કાઉન્સેલિંગ યોજાશે.
દેશની તમામ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં MBBSની 100 ટકા બેઠકો માટે કાઉન્સેલિંગ યોજાશે.
પુડુચેરી અને કરાઈકલમાં 100% JIPMER બેઠકો પર પ્રવેશ માટે કાઉન્સેલિંગ થશે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) માં 100% બેઠકો માટે કાઉન્સેલિંગ યોજાશે.
દિલ્હી યુનિવર્સિટી, ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી, VMMC, ABVIMS, ESIC ડેન્ટલમાં 85 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટા બેઠકો માટે કાઉન્સેલિંગ થશે.
ESICની 15 ટકા IP ક્વોટા બેઠકો માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

NEET PG Counselling 2021

તમામ રાજ્યોમાં મેડિકલની 50 ટકા બેઠકો પર પ્રવેશ માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU), બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), દિલ્હી યુનિવર્સિટી (DU) અને અન્ય કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં મેડિકલ પીજીની 100 ટકા બેઠકો માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે.
ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 100% બેઠકો માટે કાઉન્સેલિંગ યોજાશે.
કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ESIC હેઠળની કોલેજોમાં 50 ટકા મેડિકલ પીજી સીટો માટે કાઉન્સેલિંગ યોજાશે.
સશસ્ત્ર દળોની તબીબી સેવા સંસ્થાઓમાં (માત્ર નોંધણી)

NEET SS Counselling 2021

દેશના તમામ રાજ્યો અને ખાનગી કોલેજો અને ડીમ્સ યુનિવર્સિટીઓમાં મેડિકલ સુપર સ્પેશિયાલિટીની તમામ સીટો પર એટલે કે, DM અને MCH (DM & Mch) અભ્યાસક્રમોની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.

NEET UG, NEET PG અને NEET SS માટે વિગતવાર સીટ મેટ્રિક્સ પછીથી MCC વેબસાઇટ, mcc.nic.in પર પ્રકાશિત કરવામાં આવશે.

આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

Published On - 11:48 am, Tue, 21 December 21

Next Article