NCLT Recruitment 2021: લો ગ્રેજ્યુએટ એલએલબી માટે ભરતી, ઇન્ટરવ્યૂ આપીને જ મેળવી શકાશે સરકારી નોકરી

|

Oct 25, 2021 | 6:20 PM

NCLT Law Research Associate Recruitment 2021: જો તમે કાયદાનો અભ્યાસ કર્યો હોય, તો તમારી પાસે સરકારી નોકરી મેળવવાની તક છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ લો ગ્રેજ્યુએટ્સ માટે ભરતી જાહેર કરી છે.

NCLT Recruitment 2021: લો ગ્રેજ્યુએટ એલએલબી માટે ભરતી, ઇન્ટરવ્યૂ આપીને જ મેળવી શકાશે સરકારી નોકરી
NCLT Recruitment 2021

Follow us on

NCLT Law Research Associate Recruitment 2021: જો તમે કાયદાનો અભ્યાસ કર્યો હોય, તો તમારી પાસે સરકારી નોકરી મેળવવાની તક છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ લો ગ્રેજ્યુએટ્સ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતીઓ LLB કરતા નવા ઉમેદવારો અને અનુભવી યુવાનો બંને માટે કરવામાં આવશે. NCLTએ અધિકૃત વેબસાઇટ nclt.gov.in પર ખાલી જગ્યાની સૂચના બહાર પાડી છે. અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તમે ફક્ત એક ઇન્ટરવ્યૂ આપીને આ સરકારી નોકરી મેળવી શકો છો. NCLTની ખાલી જગ્યાની સૂચના અને અરજી ફોર્મની લિંક આગળ આપવામાં આવી છે.

પોસ્ટ નામ – લો રિસર્ચ એસોસિયેટ (Law Research Associate)

પોસ્ટની સંખ્યા – 27
પગાર – 40 હજાર રૂપિયા પ્રતિ માસ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ ભરતી પ્રક્રિયા દ્વારા દેશના 8 અલગ અલગ શહેરોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જાણો કયા શહેરમાં કેટલી પોસ્ટની ભરતી થશે.

  1. દિલ્હી – 03 પોસ્ટ્સ
  2. મુંબઈ – 08 પોસ્ટ્સ
  3. કોલકાતા – 03 પોસ્ટ્સ
  4. હૈદરાબાદ – 04 જગ્યાઓ
  5. અલ્હાબાદ – 02 પોસ્ટ્સ
  6. ગુવાહાટી – 01 પોસ્ટ
  7. કટક – 03 પોસ્ટ્સ
  8. અમરાવતી – 03 પોસ્ટ્સ

આ લાયકાત હોવી જોઈએ

ભારતમાં કોઈપણ માન્ય સંસ્થામાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી. જો તમે તાજેતરમાં એલએલબીના અંતિમ વર્ષની પરીક્ષા પાસ કરી છે, તો પણ તમે આ નોકરી માટે અરજી કરી શકો છો. આ સિવાય, જેમને એલએલબીની ડિગ્રી પછી આ ક્ષેત્રમાં કામનો અનુભવ છે તેઓ પણ અરજી કરી શકે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઇ) સાથે નોંધણી કરાવવી ફરજિયાત છે.

વય મર્યાદા

આ સરકારી નોકરી માટે તમારી ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમારી જન્મ તારીખથી 01 નવેમ્બર 2021 સુધી ઉંમરની ગણતરી કરવામાં આવશે.

NCLT application process: કેવી રીતે થશે અરજી

અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારોએ તેમનું અરજીપત્રક ભરીને NCLT IDને ઇમેઇલ દ્વારા મોકલવાનું રહેશે. ઇમેઇલ આઈડી છે – ncltheadquartwes@gmail.com

તમે નીચે આપેલ સૂચના લિંક પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તેની પ્રિન્ટ આઉટ લો. સંપૂર્ણ માહિતી યોગ્ય રીતે ભરો. તમામ જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો સાથે, તેની સ્કેન કરેલી નકલ ઇમેઇલમાં જોડો અને મોકલો. ધ્યાનમાં રાખો કે તમારા બધા દસ્તાવેજો એક જ PDF ફાઈલમાં હોવા જોઈએ. ઉમેદવાર માત્ર એક જ જગ્યા માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2021 છે.

NCLT Law Research Associate notification 2021 માટે અહિં ક્લિક કરો

 

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર

આ પણ વાંચો: IBPS Clerk 2021: ક્લાર્કના 7858 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Next Article