
CAPF Recruitment: અર્ધસૈનિક દળોમાં 83,000થી વધુ રાજપત્રિત અધિકારીઓ (જિઓ) અને અન્ય કર્મચારીના પદ ખાલી છે. આ ખાલી પદને ભરવા માટે ગૃહ મંત્રાલય (MHA)એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અસમ રાઈફલ્સના તમામ મહાનિર્દેશકોને પોતાના દળોમાં કર્મચારીના ખાલી પદોની વિગત આપવા કહ્યું છે. જેનાથી આ ખાલી પદોને ઝડપી ભરી શકાય.
મીડિયા રિપોર્ટસ મુજબ ગૃહ મંત્રાલય તરફથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF), સીમા સુરક્ષા દળ (BSF), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF), ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP), સશસ્ત્ર દળોના ડીજીને ગયા અઠવાડિયે આ સંબંધમાં એક પત્ર મોકલવામાં આવ્યો હતો. અર્ધ સૈનિક દળોમાં લગભગ 83,127 પદ ખાલી છે. આ પદ પર રાજપત્રિત અધિકારી, સબોર્ડિનેટ અધિકારી સહિત અન્ય ઘણા પદ ખાલી છે.
CRPF- 29,283 પદ
BSF- 19,987 પદ
CISF- 19,475 પદ
SSB- 8273 પદ
ITBP- 4443 પદ
આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું કે ખાલી પદોને ભરવા માટે CAPFમાં ભરતી મિશન મોડમાં કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે આ ભરતી પ્રક્રિયાને 2023માં પૂર્ણ કરવાની યોજના છે. મંત્રીએ કહ્યું કે મોટી સંખ્યામાં ખાલી પદોને કારણે હાલના CAPF કર્મચારીઓ જરૂરી માંગણીઓ પૂરી કરવા માટે વધુ કામ કરે છે.
તેમને એ પણ કહ્યું કે UPSC અને SSC દ્વારા ભરતી માટે આયોજિત અલગ અલગ પરીક્ષાઓ અને AFCAT અને અન્ય અલગ અલગ દળો દ્વારા આયોજિત અન્ય પરીક્ષાઓના માધ્યમથી ખાલી પદોને ઝડપી જ ભરી દેવામાં આવશે. ગૃહ મંત્રાલયે ભરતી વર્ષ 2023 માટે બીએસએફના કેડર અધિકારીઓને IPS કોટાથી DIG રેન્કના અધિકારીઓના 15 પદના અસ્થાયી ડાયવર્ઝન માટે BSFને એક પત્ર પણ મોકલ્યો છે.