MBBS ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ રાજ્યમાં હવે માત્ર નજીવી ફીમાં જ મળશે તબીબી શિક્ષણ

|

Oct 31, 2021 | 12:09 PM

ઉત્તરાખંડ સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી સુબોધ ઉનિયાલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ફી ઘટાડા બાદ સમગ્ર દેશમાં ઉત્તરાખંડ રાજ્યમાં MBBSની સૌથી ઓછી ફી હશે.

MBBS ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ રાજ્યમાં હવે માત્ર નજીવી ફીમાં જ મળશે તબીબી શિક્ષણ
File Photo

Follow us on

Lowest MBBS fees in India:  NEET UG 2021 ના ​​પરિણામ પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક સારા સમાચાર છે. MBBS ફીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકાર (Uttarakhand Government) દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારનું કહેવું છે કે આ કપાત બાદ હવે MBBSની ફી રાજ્યમાં સૌથી ઓછી હશે. ઉત્તરાખંડમાં વિદ્યાર્થીઓને દેશમાં સૌથી ઓછા ખર્ચે તબીબી શિક્ષણ મળશે. આ દાવો રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી સુબોધ ઉનિયાલે કર્યો છે.

આ રાજ્યનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

ઉત્તરાખંડ કેબિનેટમાં(Uttarakhand Cabinet)  આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ અંગે સુબોધ ઉનિયાલે કહ્યું કે, MBBS કોર્સ માટે વિદ્યાર્થીને વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરવી પડે છે. પરંતુ ઉત્તરાખંડ સરકારે સરકારી મેડિકલ કોલેજો માટે 1.45 લાખ રૂપિયા કરી દીધી છે. એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓ આ બોન્ડ ભરે છે કે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ આગામી 5 વર્ષ સુધી ઉત્તરાખંડમાં સેવા આપશે,તો તેમને અહીં વાર્ષિક માત્ર 50 હજાર રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

બોન્ડના લાભાર્થીઓએ માત્ર આટલી જ ફી ચૂકવવી પડશે !

ઉત્તરાખંડ સરકારના નિર્ણય મુજબ, જો કોઈ વિદ્યાર્થી એમબીબીએસ પ્રવેશ (MBBS Admission) સમયે બોન્ડ પર સહી કરે છે અને 50,000 રૂપિયાની ફીનો લાભ લે છે, તો તેણે રાજ્યમાં તેની સેવા આપવી પડશે. જેમાં MBBS પૂર્ણ કર્યા પછી પ્રથમ વર્ષ મેડિકલ કોલેજમાં ફરજ બજાવવાની રહેશે. ઉપરાંત બે વર્ષ સુધી, ડૉક્ટરને ઉત્તરાખંડમાં દૂરના સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપવી પડશે. તે પછી તે જિલ્લા હોસ્પિટલ અથવા દૂરના વિસ્તારની કોઈપણ હોસ્પિટલમાં સેવા આપશે.

વિદ્યાર્થીઓને ઓછી ફીમાં MBBS શિક્ષણ મેળવી શકશે

અગાઉ પણ આ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તરાખંડની તમામ મેડિકલ કોલેજોએ (Medical Collage)આ બોન્ડની ઓફરને માની હતી. પરંતુ ત્રિવેન્દ્ર સિંહ રાવતના કાર્યકાળ દરમિયાન આ નિયમ બદલીને માત્ર પર્વતોમાં સ્થિત મેડિકલ કોલેજો માટે આ નિર્ણય સિમીત કરવામાં આવ્યો હતો. હવે તેમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજ્યની અન્ય મેડિકલ કોલેજો પણ વિદ્યાર્થીઓને આ બોન્ડ ઓફર કરશે. એટલે કે, વિદ્યાર્થીઓને ઓછી ફીમાં MBBS કરવાનો વધુ વિકલ્પ મળશે.

 

આ પણ વાંચો: RRC admit card 2021: રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2021 માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: NEET UG Result 2021: NEET પરિણામ અને અંતિમ આન્સર કી ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરો ચેક

Next Article