LRD Result 2022: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર, જાણો કેટલા માર્ક પર અટક્યુ મેરિટ, સંપૂર્ણ માહિતી માટે વાંચો આ પોસ્ટ

|

Jun 29, 2022 | 12:51 PM

Gujarat LRD Result 2022: લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલા ગુણ, લેખિત કસોટીમાં મેળવેલા ગુણ તથા વધારાના ગુણ સાથેનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

LRD Result 2022: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર, જાણો કેટલા માર્ક પર અટક્યુ મેરિટ, સંપૂર્ણ માહિતી માટે વાંચો આ પોસ્ટ
LRD recruitment waiting list announced

Follow us on

ગુજરાતના લોકરક્ષક ભરતી બોર્ડે (Lokarakshak Recruitment Board) ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરિણામ 2022 ની જાહેરાત કરી છે.લોકરક્ષક ભરતી બોર્ડે 10,459 પોસ્ટ માટે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ખાલી જગ્યાની જાહેરાત કરી હતી. આ જગ્યા માટે જે ઉમેદવારોએ ઓક્ટોબર 2021 ની છેલ્લી તારીખ પહેલા અરજી કરી છે અને LRD ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2022માં હાજરી આપી છે. તે તમામ ઉમેદવારોનું પરિણામ જાહેર થયુ છે. આ વેબસાઇટ https://lrdgujarat2021.in/ પર ક્લિક કરીને ઉમેદવાર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ (LRD Result 2022) મેળવી શકે છે.

જુલાઇ માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવાશે

લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલા ગુણ, લેખિત કસોટીમાં મેળવેલા ગુણ તથા વધારાના ગુણ સાથેનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પાસ થયેલાં ઉમેદવારોને જુલાઇ, 2022 માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પોતાનું ઓળખ અંગેનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણ૫ત્રો, જાતિ અંગેના પ્રમાણ૫ત્રો તેમજ વધારાના ગુણ માટે રમતગમત, વિધવા, રક્ષા શકિત યુનિવર્સિટી, એન.સી.સી. વગેરે પ્રમાણ૫ત્રો તૈયાર રાખવાના રહેશે. દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર અલગથી બહાર પાડવામાં આવશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

જાણો કેટલાએ અટક્યુ મેરિટ

પરિણામની વાત કરીએ તો, પુરુષ કેટેગરીમાં જનરલ ઉમેદવારો માટેનું 80.300 પર અટક્યું છે, જ્યારે મહિલાઓ માટે 66.725 પર અટક્યું છે. આ ઉપરાંત EWS માટે પુરુષોનું મેરિટ 70.705 માર્ક્સ, જ્યારે મહિલાઓનું મેરિટ 50.035 માર્ક્સ પર અટક્યું હતું. જ્યારે ઓબીસી વર્ગ માટે પુરુષોનું મેરિટ 74.610 માર્ક્સ અને મહિલાઓનું મેરિટ 61.350 માર્ક્સ પર અટક્યું હતું. જ્યારે એસસીમાં પુરુષોનું મેરિટ 70.195 માર્ક્સ અને મહિલાઓનું મેરિટ 59.470 માર્ક્સ પર અટક્યું હતું. એસટી માટે પુરુષોનું 58.585 માર્ક્સ, જ્યારે મહિલાઓનું મેરિટ 50.035 પર અટક્યું હતું.

 

લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે, 10 હજારથી વધુ જગ્યાઓ સામે 21 હજાર ઉમેદવારોને બોલાવાયા છે. ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ઉમેદવારોને જુલાઇ માસમાં બોલાવવામાં આવશે.

મેરિટ લિસ્ટ બહાર પાડતાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલો ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવ્યો છે. જે કિસ્સામાં ગુણ અને ઉંમર બન્ને સરખા થતા હોય તો વધુ ઉંચાઇવાળા ઉમેદવારને મેરીટમાં ઉપર મૂકવામાં આવ્યો છે.

Published On - 12:49 pm, Wed, 29 June 22

Next Article