ડ્રોન ક્ષેત્રમાં મોટાપાયે રોજગારી ઉભી થશે, આગામી થોડા વર્ષોમાં 1 લાખ ડ્રોન પાઈલટ્સની જરૂર પડશે: સિંધિયા

|

May 10, 2022 | 6:25 PM

ઉડ્ડયન મંત્રીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના 12 મંત્રાલયો ડ્રોન સેવાઓની (Drone Sector) માંગ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં મોટી સંખ્યામાં ડ્રોન પાઈલોટ્સની જરૂર પડશે અને આ વિસ્તારમાંથી મોટાપાયે રોજગારીનું સર્જન થશે.

ડ્રોન ક્ષેત્રમાં મોટાપાયે રોજગારી ઉભી થશે, આગામી થોડા વર્ષોમાં 1 લાખ ડ્રોન પાઈલટ્સની જરૂર પડશે: સિંધિયા
DRONES

Follow us on

આવનારા સમયમાં ડ્રોન ક્ષેત્ર (Drone Sector) મોટાપાયે રોજગારી આપવા જઈ રહ્યું છે. ઉડ્ડયન મંત્રી (Aviation Minister) જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું કે ભારતને આગામી વર્ષોમાં લગભગ એક લાખ ડ્રોન પાઇલટ્સની જરૂર પડશે. સિંધિયાએ નીતિ આયોગના એક કાર્યક્રમમાં કહ્યું કે કેન્દ્ર સરકારના 12 મંત્રાલયો હાલમાં દેશમાં ડ્રોન સેવાઓની માંગ વધારવા પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ માટે સરકાર ઉદ્યોગ માટે સારી નીતિઓ બનાવવાથી લઈને સ્થાનિક માંગ વધારવા સુધીના ઘણા સ્તરે કામ કરી રહી છે. તાજેતરમાં, મંત્રાલયે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI Scheme) યોજના હેઠળ દેશમાં ડ્રોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અરજીઓના બીજા રાઉન્ડને આમંત્રણ આપ્યું છે.

ડ્રોન ક્ષેત્ર પર સરકારનો ભાર

સિંધિયાએ કહ્યું કે અમે ડ્રોન સેક્ટરને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ તબક્કામાં કામ કરી રહ્યા છીએ, જેમાંથી પ્રથમ પોલિસી છે. તેમણે કહ્યું કે તમે બધા જોઈ રહ્યા છો કે અમે નીતિને કેટલી ઝડપથી લાગુ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બીજી યોજના સેક્ટર માટે પ્રોત્સાહન છે. ઉત્પાદન-આધારિત પ્રોત્સાહન (PLI) યોજના દેશમાં ડ્રોન ઉત્પાદન અને સેવાઓને આગળ વધારવામાં મદદ કરશે. આ ક્ષેત્ર માટે PLI યોજના સપ્ટેમ્બર, 2021માં રજૂ કરવામાં આવી હતી.

સિંધિયાએ કહ્યું કે ડ્રોન ક્ષેત્રે પ્રગતિનું ત્રીજું ચક્ર સ્થાનિક માંગ પેદા કરવાનું છે. કેન્દ્ર સરકારના 12 મંત્રાલયો ડ્રોન સેવાઓની માંગ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે માત્ર 12મું પાસ વ્યક્તિને જ ડ્રોન પાયલટની ટ્રેનિંગ આપી શકાય છે. આ માટે કોલેજની ડિગ્રીની જરૂર નથી. તેમણે કહ્યું કે માત્ર બે-ત્રણ મહિનાની ટ્રેનિંગ બાદ વ્યક્તિ ડ્રોન પાઈલટ બની શકે છે અને 30,000 રૂપિયાનો માસિક પગાર મેળવી શકે છે. સિંધિયાએ કહ્યું કે અમને લગભગ એક લાખ ડ્રોન પાઈલટ્સની જરૂર પડશે. તેથી આ ક્ષેત્રમાં ઘણી તકો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ડ્રોન ઉત્પાદન માટે PLI યોજનાનો બીજો રાઉન્ડ

મંત્રાલયે તાજેતરમાં પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ દેશમાં ડ્રોન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અરજીઓના બીજા રાઉન્ડને આમંત્રણ આપ્યું છે. PLI યોજના હેઠળ અરજીઓનો પ્રથમ રાઉન્ડ 10 માર્ચ, 2022ના રોજ આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેના પરિણામો 20 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત અદાણી ગ્રૂપની ઈઝરાયેલની કંપની એલ્બિટ સાથે સંયુક્ત સાહસ આઇડિયાફોર્જ ટેક્નોલોજી સહિત 12 કંપનીઓની પસંદગી કરવામાં આવી હતી.

મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે અરજીઓનો બીજો રાઉન્ડ તે ડ્રોન સાધનો અને ડ્રોન ઉત્પાદકો માટે છે, જેમણે સમગ્ર નાણાકીય વર્ષ 2021-22 માટે PLI પાત્રતા મર્યાદાને વટાવી દીધી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ બીજા રાઉન્ડ માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 20 મે છે. અરજી કરનાર કંપનીઓના નાણાકીય પરિણામો અને અન્ય દસ્તાવેજોની વિગતવાર તપાસ કર્યા પછી PLI લાભાર્થીઓની અંતિમ યાદી 30 જૂન સુધીમાં જાહેર કરી શકાશે.

Next Article