KVS admission 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં વધારો, 5 વર્ષની બાળકીની ફરિયાદ પહોંચી કોર્ટમાં

|

Mar 11, 2022 | 2:15 PM

કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1માં પ્રવેશ 2022નો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) દ્વારા KV ધોરણ 1માં નોંધણી માટેની લઘુત્તમ વય મર્યાદા વધારવાથી ઘણા વાલીઓ નારાજ છે.

KVS admission 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં વધારો, 5 વર્ષની બાળકીની ફરિયાદ પહોંચી કોર્ટમાં
KVS admission 2022

Follow us on

KVS class 1 admission 2022: કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 1માં પ્રવેશ 2022નો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) દ્વારા KV ધોરણ 1માં નોંધણી માટેની લઘુત્તમ વય મર્યાદા વધારવાથી ઘણા વાલીઓ નારાજ છે. સરકારના આ નિર્ણયથી નારાજ 5 વર્ષની બાળકીએ તેની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) ફરિયાદ કરી છે. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. શું કહેવાયું છે અરજીમાં? આ મામલે કોર્ટ અને સરકાર દ્વારા શું કહ્યું? શું આનાથી કેન્દ્રીય વિદ્યાલય પ્રવેશ પ્રક્રિયામાં કોઈ અડચણ ઊભી થઈ શકે છે? વાંચો નવીનતમ અપડેટ…

અરજીમાં જણાવાયું છે કે, આ વર્ષે KVS વર્ગ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા અચાનક વધારીને 6 વર્ષ કરવામાં આવી હતી. અગાઉ તે 5 વર્ષ હતી. તેનાથી બાળકોનું આખું વર્ષ બગડી જશે. તે તેમના શિક્ષણના અધિકારનું પણ ઉલ્લંઘન છે, જે તેમને ભારતીય બંધારણની કલમ 14, 21 અને 21 A હેઠળ મળે છે. આ ઉપરાંત, તે દિલ્હી શાળા શિક્ષણ અધિનિયમ 1973 અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 ની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન છે.

કેન્દ્રએ શું કહ્યું

જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી થઈ ત્યારે કેન્દ્ર વતી વકીલે કહ્યું કે, ‘ક્લાસ 1 થી 6માં પ્રવેશ માટે લઘુત્તમ વય મર્યાદા વધારવાનો નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)ના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. દેશના તમામ કેન્દ્રીય વિદ્યાલયો તેનું પાલન કરવા બંધાયેલા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળા શિક્ષણ માટે 5 + 3 + 3 + 4 ફોર્મ્યુલાનો ઉલ્લેખ છે. આમાં પ્રથમ 5 વર્ષોમાંથી, પ્રથમ 3 વર્ષ પ્રી સ્કૂલ એટલે કે નર્સરી, એલકેજી અને યુકેજી માટે છે. બાકીના બે વર્ષ વર્ગ 1 અને 2 માટે છે. NEP મુજબ, શાળા શિક્ષણનો પાયાનો તબક્કો 3 થી 8 વર્ષની વયને આવરી લે છે.

વકીલે કહ્યું કે, અમે તમામ રાજ્યોને નવી શિક્ષણ નીતિ અપનાવવાની અપીલ કરી છે. હાલમાં 21 રાજ્યો એવા છે જ્યાં ધોરણ 1 માં પ્રવેશ માટે 6 વર્ષ અને તેથી વધુ વય મર્યાદાનું પાલન કરવામાં આવે છે.

શું કહ્યું દિલ્હી સરકારે

દિલ્હી સરકારે કહ્યું કે, દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલયો અને સરકારી શાળાઓમાં પ્રવેશ અંગેના નિર્ણયોમાં તેની કોઈ ભૂમિકા નથી. અહીં વર્ગ 1 માં પ્રવેશ માટેની વય મર્યાદા 5 થી 6 વર્ષ છે.

કોર્ટે શું કહ્યું

આ કેસની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું કે, ‘પ્રથમ વર્ગમાં પ્રવેશ માટે યોગ્યતાના માપદંડમાં આ અસમાનતા કેવી રીતે કામ કરશે. અમે તેના તમામ પાસાઓ પર ધ્યાન આપીશું. તેની અસર દરેક વસ્તુ પર પડશે. કોર્ટે દિલ્હી સરકારના વકીલને આ મામલે દિશા-નિર્દેશો લેવા કહ્યું અને આગામી સુનાવણી 14 માર્ચ, 2022ના રોજ સૂચિબદ્ધ કરી.

અરજદાર યુકેજીની વિદ્યાર્થીની છે, જેના વતી એડવોકેટ અશોક અગ્રવાલ કેસ લડી રહ્યા છે. અશોક અગ્રવાલ કહે છે કે ‘ગયા મહિને પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાના માત્ર ચાર દિવસ પહેલાં જ કેન્દ્રીય વિદ્યાલયએ તેની વેબસાઈટ પર પ્રવેશ માર્ગદર્શિકા (KVS admission guideline 2022) અપલોડ કરી હતી, જેમાં વય મર્યાદા વધારીને 6 વર્ષ કરવાની માહિતી આપવામાં આવી હતી.’

અરજદારના વકીલનું કહેવું છે કે, આ ફેરફાર મનસ્વી, પક્ષપાતી, અતાર્કિક અને ગેરકાયદેસર છે. તેમજ અસરગ્રસ્ત પક્ષો પાસેથી ટિપ્પણી માંગવામાં આવી નથી. કોઈ જાહેર ચર્ચા નહોતી. આટલો મોટો ફેરફાર કરતા પહેલા વાલીઓને વૈકલ્પિક માર્ગ અપનાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. મોટાભાગની નામાંકિત ખાનગી શાળાઓએ પણ પ્રવેશ બંધ કરી દીધા છે. આ રીતે બાળકોનું એક વર્ષ બગડી જશે.

આ પણ વાંચો: Medical Education : મેડિકલ કોલેજમાં અડધી ફી સાથે કયો મેડિકલનો અભ્યાસ પૂરો કરી શકાય છે, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાતો

આ પણ વાંચો: Rahul Gandhi Education: રાહુલ ગાંધી કેટલા ભણેલા છે? જાણો તેમની દેહરાદૂનથી હાર્વર્ડ યુનિવર્સિટી સુધીની સંપૂર્ણ વાત

Next Article