
LICના ટુંકા નામે ઓળખાતા લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના એજન્ટ બનવા માટે તમારે માત્ર તમારી અનુકુળતા મુજબના કેટલાક ગણતરીના જ કલાકો ફાળવવાના છે. આના માટે તમારે ઓફિસે જઈને ઓછામાં ઓછા 9 કલાક કે ચોક્કસ સમય સુધી કામ કરવાની જરૂર રહેતી નથી. એલઆઈસીના એજન્ટ માટે તમે ઈચ્છો ત્યારે અને એટલા કલાક કામ કરી શકો છો અને તે પણ તમારી અનુકુળતાના સમયે. લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન લોકોના જીવનવીમો ઉતારવાની સાથે સાથે મોટા પાયે કમાણી પણ કરી રહ્યું છે.
જો તમે ધોરણ 10 પાસ હોવ અને તમારે લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના એજન્ટ બનવુ હોય તો તમારા માટે સરળ છે. આ કામ કરવાથી તમને આવક પણ થતી રહેશે અને તમારી અનુકુળતા મુજબ કામ પણ કરી શકશો. આ પ્રકારની નોકરીનો એક ફાયદો એ છે કે, તમે તેને પાર્ટ ટાઈમ જોબ જેવુ પણ ગણી શકો છો.
લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનમાં મોટા ભાગે બે પ્રકારના એજન્ટ હોય છે. જેમાં પૂર્ણ સમય અને પાર્ટ ટાઈમ કામ કરનાર હોય છે. તમારી અનુકુળતા મુજબ તમે એજન્ટ તરીકે કામ કરીને તમે 75000 સુધીની આવક મેળવી શકો છો. તેના માટે તમારે વધુને વધુ મહેનત કરવી પડશે. લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના એજન્ટ તરીકે તમે જેટલુ વધુ કામ કરશો એટલી જ વધુ તમને આવક થશે. આ આવક એક સ્વરૂપે કમિશન તરીકેની હોય છે. સામાન્ય રીતે લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના એજન્ટ તરીકે જેટલી તમારી વધુ મહેનત એટલી તમારી કમાણી વધુ એમ માનવામાં આવે છે.
પાસપોર્ટ સાઇઝના ફોટા
ધોરણ 10 પાસની માર્કશીટ
રહેઠાણનો પુરાવો
મતદાર ઓળખકાર્ડ
આધાર કાર્ડ
ડ્રાઈવિંગ લાયસન્સ
પાન કાર્ડ
લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનમાં જે કોઈ એજન્ટ જીવનવીમો ઉતારે તેના 25 ટકા સુધી તેના એજન્ટને કમિશન ચૂકવે છે. અને આ કમિશન જે તે જીવન વીમા પોલીસીના પ્રથમ હપ્તાથી જ લાગુ થતુ હોય છે. જો કે પછીથી પ્રિમિયમ પરનું કમિશન ઘટતું જતુ હોય છે. પરંતુ જ્યા સુધી વીમા ધારક નિયત સમયે પ્રિમિયમ જમા કરાવે ત્યારે તેમાથી વત્તાઓછા અંશે કમિશન જે તે એજન્ટને મળતુ રહે છે. જો કે એજન્ટને તો જે તે વ્યક્તિનો જીવન વીમો ઉતારવાનો હોય છે.
લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના એજન્ટ બનવા માટેની શૈક્ષણિક પાત્રતા ધોરણ 10 પાસ હોવુ જરુરી છે. જ્યારે એજન્ટ બનવા માટેની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જો શૈક્ષણિક અને વય મર્યાદા બન્ને લાયક હોય તો તમે તમારા શહેરની નજીકમાં નજીક આવેલ કોઈ પણ LIC શાખામાં જઈને તે શાખાના વિકાસ અધિકારીનો સંપર્ક કરો. વિકાસ અધિકારીના કહેવા પર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના શાખા મેનેજર તમારો એક ઇન્ટરવ્યુ લેશે. આ ઈન્ટરવ્યું જો તમે પાસ થશો તો તમને આગળની સઘન તાલીમ માટે તમારી ભલામણ કરશે. જેના આધારે તમારે લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના એજન્ટ માટેની તાલીમ લેવી પડશે. જે કુલ 25 કલાકની હોય છે.
લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશનના એજન્ટ માટેની તાલીમમાં જીવન વીમા વ્યવસાય વિશે તમને સમજાવવામાં આવે છે. આ પછી, IRDAI દ્વારા લેવાતી પ્રી-રિક્રુટમેન્ટ પરિક્ષા પાસ કરવાની હોય છે. જે કોઈ IRDAI દ્વારા લેવાતી પ્રી-રિક્રુટમેન્ટ પરિક્ષા પાસ કરે, તેમને વીમા એજન્ટની કામગીરી કરવા માટે નિમણૂંકપત્ર આપવામાં આવે છે અને ઓળખ કાર્ડ પણ ફાળવે છે.