Join Indian Army 2021: ભારતીય ભૂમિ દળમાં SSC ઓફિસરની પોસ્ટ માટે ઉત્તમ તક, જાણો માહિતી

|

May 13, 2021 | 9:43 PM

ભારતીય સેનાએ SSC (Short Service Commission) ઓફિસર પદ માટે અરજી કરવા માટે પુરુષ અને મહિલા (Male and Female) ઉમેદવારોની અરજીઓ માટે જાહેરનામું બહાર પડ્યું છે. આ પોસ્ટ માટે ભારતીય સેના (Join Indian Army 2021) દ્વારા 6 મે 2021થી જાહેરાત કરી હતી.

Join Indian Army 2021: ભારતીય સેનાએ SSC (Short Service Commission) ઓફિસર પદ માટે અરજી કરવા માટે પુરુષ અને મહિલા (Male and Female) ઉમેદવારોની અરજીઓ માટે જાહેરનામું બહાર પડ્યું છે. આ પોસ્ટ માટે ભારતીય સેના (Join Indian Army 2021) દ્વારા 6 મે 2021થી જાહેરાત કરી હતી.

 

 

રસ ધરાવતા ઉમેદવારો ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર પોસ્ટ માટે અરજી કરી શકે છે અને આ પોસ્ટ શોર્ટ સર્વિસ કમિશન(Short Service Commission) પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 જૂન, 2021 છે.

 

 

આ ભરતી ન્યાયાધીશ એડવોકેટ જનરલ શાખા (Judge Advocate General Branch : JAG) ભારતીય સૈન્ય (Join Indian Army 2021) માં પદ માટે અરજી કરવા માટે ઉમેદવારો કાયદાના સ્નાતકો હોવા જોઈએ. આ ભરતીમાં 8 જગ્યાઓ ભરાશે, જેમાં 6 પુરુષો અને 2 સ્ત્રી ઉમેદવારો માટે છે. આ પદની વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો.

 

 

ઉમેદવારોની લાયકાત

ઉમેદવારો જે આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેઓને એલએલબી (LLB) ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકાથી પાસ થયેલ હોવા જોઈએ. ઉમેદવારો બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા / સ્ટેટ (Bar Council of India)માં એડવોકેટ તરીકે નોંધણી માટે પાત્ર હોવા જોઈએ. ઉમેદવાર બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ કોલેજ / યુનિવર્સિટીનો હોવો જોઈએ.

 

 

વય મર્યાદા

ઈચ્છુક ઉમેદવારોની વયમર્યાદા 21થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ અરજી માટે ઈન્ડિયન આર્મી દ્વારા કોઈ ફી વસૂલવામાં આવતી નથી. આ અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશે.

 

 

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોને બે તબક્કામાં પસંદગી પ્રક્રિયા દ્વારા મૂકવામાં આવશે. જેઓ પ્રથમ તબક્કો પાસ કરે છે. તેઓ બીજા તબક્કામાં જશે. જે લોકો પ્રથમ તબક્કામાં નિષ્ફળ જાય છે તે જ દિવસે પરત આવશે.

 

કેવી રીતે કરશો અરજી

અરજીઓ ફક્ત વેબસાઈટ પર ઑનલાઈન સ્વીકારવામાં આવશે. સત્તાવાર વેબસાઈટ www.joinindianarmy.nic.in. પર નોંધણી કરો.

1. “Officer Entry Apply/Login” પર ક્લિક કરો.

2. હવે ‘Registration’ (Registrations not required, if already registered on www.joinindianarmy.nic.in) પર ક્લિક કરો. વાંચીને registration ફૉર્મ ઑનલાઈન ભરો.

3. સૂચનો કાળજીપૂર્વક વાંચો. નોંધણી કરાવ્યા પછી, “Apply Online” ક્લિક કરો.

4. હવે એક પેજ ખુલશે “Officers Selection – Eligibility” અને Apply પર ક્લિક કરો.

5. Short Service Commission JAG Entry Course બતાવશે.

6. હવે એક પેજ “Application Form” ખુલશે. સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને વિગતો ભરવા માટે “Continue” ક્લિક કરો. વિવિધ વિભાગો હેઠળ જરૂરી વ્યક્તિગત માહિતી, સંદેશાવ્યવહાર વિગતો, શિક્ષણની વિગતો અને પાછલા એસએસબીની વિગતો ભરો.

7. દરેક વખતે તમારે Save & Continue આગલા સેગમેન્ટ માટે આપતું રહેવું પડશે. છેલ્લા સેગમેન્ટ પર વિગતો ભર્યા પછી, તમે આગળ વધશો તો એક પેજ ખૂલશે “Summary of your information” જેમાં તમે ભરેલી સંપૂર્ણ માહિતી ચકાસી અને સુધારા વધારા કરી શકો છો.

8. તમારી બધી વિગતોની સંપૂર્ણ ખાતરી કર્યા પછી જ “Submit” પર ક્લિક કરો. ઉમેદવારોએ કોઈપણ વિગતોના સુધારવા માટે એપ્લિકેશન ખોલી ત્યારે દરેક વખતે “Submit” પર ક્લિક કરવું આવશ્યક છે. ઉમેદવારોએ રોલ નંબર ધરાવતી તેમની અરજીની બે કોપી કાઢવાની રહેશે.

 

Published On - 9:31 pm, Thu, 13 May 21

Next Video