ભારતીય વાયુસેના (IAF)એ ગ્રુપ X અને ગ્રુપ Y ટ્રેડમાં એરમેનની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માટે ઓનલાઈન અરજી (Online Application) 7 ફેબ્રુઆરી 2021 સુધી કરી શકાશે. ઓનલાઈન પરીક્ષાઓ (Online Exam) 18 એપ્રિલથી 22 એપ્રિલ 2021 સુધી લેવામાં આવશે. ભારતીય વાયુસેના (IAF)એ ગ્રુપ X અને ગ્રુપ Y ટ્રેડમાં એરમેનની ભરતી માટે ખાલી જગ્યાની સૂચના જાહેર કરી છે. આ પોસ્ટ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 જાન્યુઆરીથી શરૂ થશે. આ ખાલી જગ્યાને લગતી વધુ માહિતી માટે, તમે airmenselection.cdac.in અથવા careerindianairforce.cdac.in.ની મુલાકાત લઈ શકો છો.
ગ્રુપ X અને Y ગ્રુપની પોસ્ટ્સ માટે જારી કરાયેલી આ સૂચના મુજબ અરજી પ્રક્રિયા 22 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2021 સુધી ચાલુ રહેશે. આ માટેની પરીક્ષાઓ ઓનલાઈન પણ લેવામાં આવશે. જાહેરનામા મુજબ ઓનલાઈન પરીક્ષાઓ 18 એપ્રિલથી 22 એપ્રિલ 2021 સુધી ચાલશે. એરમેન પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સંસ્થાના ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે 12 ધોરણ પાસ હોવુ આવશ્યક છે. તે જ સમયે, ઉમેદવારનો જન્મ 16 જાન્યુઆરી 2001થી 29 ડિસેમ્બર 2004ની વચ્ચે હોવો જોઈએ. પાત્રતા અને એપ્લિકેશન સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
એરમેન માટેના ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, શારીરિક તંદુરસ્તી પરીક્ષા, તબીબી પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી દ્વારા કરવામાં આવશે. શારીરિક પરીક્ષણ સાથે SSB ઈન્ટરવ્યૂ માટેની કોઈ જોગવાઈ નથી. ઉમેદવારના દસ્તાવેજ ચકાસણી દરમિયાન તબીબી પરીક્ષણ પણ લેવામાં આવશે.
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારે પહેલા ઓફિશિયલ વેબસાઈટ, airmenselection.cdac.in અથવા careerindianairforce.cdac.in ની મુલાકાત લેવી જોઈએ. અહીં હોમ પેજ પરની વેબસાઈટ પર ઓનલાઈન એપ્લિકેશન લિંક 22 જાન્યુઆરી, 2021થી સક્રિય થશે. 22 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 10 વાગ્યાથી ઉમેદવારો ઓનલાઈન નોંધણી કરાવી શકશે. અરજી ફી 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતના માણકા ગામની ખાનગી શાળામાં લાગી આગ, જુઓ VIDEO