JNVST 2022: નવોદય વિદ્યાલય ધોરણ 6માં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તક

|

Dec 15, 2021 | 11:50 AM

Navodaya Vidyalaya Class 6 Admission 2022-23: જવાહર નવોદય વિદ્યાલય (JNV) ધોરણ 6 માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા 30 એપ્રિલ 2022 ના રોજ યોજાવાની છે.

JNVST 2022: નવોદય વિદ્યાલય ધોરણ 6માં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તક
JNVST 2022

Follow us on

Navodaya Vidyalaya Class 6 Admission 2022-23: જવાહર નવોદય વિદ્યાલય (JNV) ધોરણ 6 માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા 30 એપ્રિલ 2022 ના રોજ યોજાવાની છે.

તેનું નામ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST) છે. નવોદય વિદ્યાલયના ધોરણ 6 માં પ્રવેશ 2022-23 માટે અરજી ફોર્મ ભરવાની આજે છેલ્લી તક છે. જો તમે તમારા બાળકને NVS વર્ગ 6 માં દાખલ કરવા માંગો છો અને હજુ સુધી અરજી કરી નથી, તો સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જાઓ અને આજે જ આ પ્રક્રિયા પૂર્ણ કરો. ઓનલાઈન ફોર્મની સીધી લિંક નીચે આપેલ છે.

નવોદય વિદ્યાલય સમિતિ નવોદય વિદ્યાલયોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે. JNVST 2022 વર્ગ 6 ની પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલેથી જ એક વખત લંબાવવામાં આવી છે. તમે આજે 15 ડિસેમ્બર 2021 સાંજ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

NVS વર્ગ 6 માટેની પાત્રતા

આવા વિદ્યાર્થીઓ કે જેમનો જન્મ 01 મે 2009 પહેલા અને 30 એપ્રિલ 2013 પછી થયો ન હોય તે આ નવોદય વિદ્યાલય વર્ગ 6 ની પ્રવેશ પરીક્ષા 2022 માટે અરજી કરી શકે છે. તે જરૂરી છે કે વિદ્યાર્થી હાલમાં કોઈપણ સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે.

NVS ધોરણ 6 માં પ્રવેશ માટેની JNVST 2022 પરીક્ષા 30મી એપ્રિલ 2022ના રોજ સવારે 11.30 વાગ્યાથી લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા અને પ્રવેશ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે તમે નવોદય વિદ્યાલય સમિતિનો હેલ્પલાઈન નંબર 0120-2975754 પર સંપર્ક કરી શકો છો.

સુધારવાની તક મળશે

તમને NVS એપ્લિકેશન ફોર્મમાં સુધારા કરવાની તક આપવામાં આવશે. NVS એ આ માટે 16 અને 17 ડિસેમ્બર 2021ની તારીખ નક્કી કરી છે. જો તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલા ફોર્મમાં કોઈ ભૂલ હોય, તો તમે તેને 17મી ડિસેમ્બર 2021 સુધી સુધારી શકો છો. સત્તાવાર સૂચના મુજબ, તમે તમારું લિંગ એટલે કે પુરુષ અથવા સ્ત્રી/શ્રેણી (જનરલ, OBC, SC, ST), પ્રદેશ (ગ્રામીણ અથવા શહેરી), અપંગતા અને પરીક્ષાનું માધ્યમ (ભાષા) બદલી શકશો.

આ રીતે કરો અરજી

ધોરણ 6 માટે JNVST 2022 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ NVS, nvsadmissionclassnine.in દ્વારા બનાવેલ વિશેષ વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે. આ પછી, ઉમેદવારે નોંધણીની લિંક પર ક્લિક કરવાનું રહેશે અને પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને, ઉમેદવારો નોંધણી કરી શકશે. આ પછી, ઉમેદવારો તેમના યૂઝર નેમ અને પાસવર્ડની મદદથી લૉગ ઇન કરીને તેમની નોંધણી પૂર્ણ કરી શકશે.

 

આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC DCIO Result 2021: ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, સીધા લિંક પરથી તપાસી શકો

Published On - 11:49 am, Wed, 15 December 21

Next Article