શરૂ થશે જેઈઈ મેન માટે રજિસ્ટ્રેશન, જાણો કેવી રીતે કરશો એપ્લાય

|

Oct 31, 2023 | 9:30 PM

એનટીએ એ જેઈઈ મેન જાન્યુઆરી 2024ની લઈને હજુ સુધી પરીક્ષાની તારીખને લઈને કોઈ નોટિફિકેશન જાહેર કરી નથી, પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પરીક્ષા સંબંધિત સૂચના નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. આ સાથે અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. આ સિવાય મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વખતે એનટીએ જેઈઈ મેનના સિલેબસમાં થોડો ઘટાડો થઈ શકે છે.

શરૂ થશે જેઈઈ મેન માટે રજિસ્ટ્રેશન, જાણો કેવી રીતે કરશો એપ્લાય
JEE Main 2024
Image Credit source: PTI

Follow us on

વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની એન્ટ્રેસ પરીક્ષાની તૈયારી કરી રહેલા માટે સારા સમાચાર છે. નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન મેન 2024 માટેની સૂચના આ અઠવાડિયે ગમે ત્યારે જાહેર કરી શકાય છે. એજન્સીએ જેઈઈ મેન 2024 ગયા વર્ષની જેમ બે ફેઝ જાન્યુઆરી અને એપ્રિલમાં યોજવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

આવામાં આ અઠવાડિયે જાન્યુઆરીમાં યોજાનાર સત્ર 1 માટે નોટિફિકેશન જાહેર કરીને અરજી પ્રક્રિયા પણ શરૂ કરી શકાય છે. વધુ જાણકારી માટે વિદ્યાર્થીઓ જેઈઈ મેન પોર્ટલ, jeemain.nta.nic.in પર જઈને લેટેસ્ટ અપડેટ્સ ચેક કરી શકે છે .

જેઈઈ મેન 2024: આ તારીખે લેવામાં આવશે પરીક્ષા

એનટીએ એ વર્ષ 2024 માટે તેના પરીક્ષા કેલેન્ડરમાં જેઈઈ મેન 2024ના બંને ફેઝ માટે પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખો મુજબ પહેલા ફેઝનું આયોજન 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની છે. આ પછી, એનટીએ 1 થી 15 એપ્રિલ 2024 દરમિયાન બીજા ફેઝની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરશે. તમને જણાવી દઈએ કે જેઈઈ મેનના બંને ફેઝમાં ભાગ લેનાર બે ઉમેદવારોમાંથી બેસ્ટ ઓફ ટૂ એટલે કે જે બંને પ્રયાસોમાંથી વધુ સારું પરિણામ મેળવશે તેને અંતિમ ગણવામાં આવશે. જ્યારે કોઈપણ એક ફેઝમાં દેખાતા ઉમેદવારો માટે, એનટીએ એ જ સત્રમાં પ્રદર્શનના આધારે સ્કોર અને રેન્ક જાહેર કરશે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

જેઈઈ મેન 2024: સિલેબસમાં થઈ શકે છે ઘટાડો

એનટીએ એ જેઈઈ મેન જાન્યુઆરી 2024 માટે નોટિફિકેશનની તારીખ જાહેર કરી નથી, પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં નોટિફિકેશન બહાર પડવાની સાથે અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. અહેવાલો મુજબ એનટીએ આ વખતે જેઈઈ મેન માટેના સિલેબસમાં થોડો ઘટાડો કરી શકે છે, જે નિષ્ણાત સમિતિના સૂચનોના આધારે કરી શકાય છે. આને લગતી વધુ જાણકારી માટે ઉમેદવારોએ જેઈઈ મેનના ઓફિશિયલ અપડેટ્સ માટે જેઈઈ મેન પોર્ટલ jeemain.nta.nic.in ની સમય સમય પર વિઝિટ કરતા રહેવું જોઈએ.

આ પણ વાંચો: આ યુનિવર્સિટીમાં ફ્રીમાં કરો 5 ઓનલાઈન કોર્સ, આ રીતે લો એડમિશન

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article