JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

|

Oct 22, 2021 | 1:43 PM

ઉમેદવારો JEE એડવાન્સડ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને ચકાસી શકે છે.

JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે
JEE Advanced AAT 2021 Result

Follow us on

JEE Advanced AAT Result : JEE એડવાન્સ્ડ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT)નું પરિણામ 22 ઓક્ટબરે જાહેર કરવામાં આવશે. આયોજક સંસ્થા IIT ખડગપુર દ્વારા સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર આ પરિણામ જાહેર કરશે. JEE એડવાન્સ્ડ AAT પરિણામ 2021 તપાસવા માટે, ઉમેદવારોએ JEE એડવાન્સ રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને મોબાઇલ ફોન નંબરનની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે,JEE એડવાન્સ AAT 18 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવી હતી. AAT માં કોઈ અલગ રેન્કિંગ નથી. સીટ ફાળવણી સંપૂર્ણ રીતે JEE એડવાન્સ્ડ 2021 અને B.Arch માં કેટેગરી મુજબ અખિલ ભારતીય રેન્કના આધારે થશે.

JEE એડવાન્સ AAT ટેસ્ટનું પરિણામ કેવી રીતે ચકાસવુ?

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ.
Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
Step 3: હવે રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને મોબાઇલ નંબર સબમિટ કરો.
Step 4: તમારું પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે, હવે તેને તપાસો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિદ્યાર્થીઓએ કેટલા માર્કસ મેળવવા જરૂરી ?

JEE એડવાન્સ AAT ટેસ્ટના પરિણામના આધારે ભુવનેશ્વર, ખડગપુર અને રૂરકી ખાતે ભારતીય ટેકનોલોજી સંસ્થા (IIT) ખાતે અંડરગ્રેજ્યુએટ આર્કિટેક્ચર પ્રોગ્રામ (BArch પ્રોગ્રામ) માં પ્રવેશ આપવામાં આવશે. IIT માં અંડરગ્રેજ્યુએટ આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ AAT કટ-ઓફ માર્કસ લાવવા પડશે.

 

આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

વિદ્યાર્થીઓ JEE મેઈન્સ અને JEE એડવાન્સ વગર પણIIT માં પ્રવેશ મેળવી શકો છે. તાજેતરમાં IIT કાનપુરે JEE પરીક્ષા વિના પ્રવેશ મેળવવાની આ વૈકલ્પિક રીતની જાહેરાત કરી છે. તે ઓલિમ્પિયાડ છે. આમાં, તે ઓલિમ્પિયાડ્સનો સમાવેશ કરવામાં આવશે જેને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. જે વિદ્યાર્થીઓ ગણિત, ભૌતિકશાસ્ત્ર, (Physics) રસાયણશાસ્ત્ર અથવા માહિતીશાસ્ત્ર જેવા કોઈપણ વિષયમાં ઓલિમ્પિયાડમાં લાયકાત ધરાવે છે તેમને આઇઆઇટી કાનપુરમાં સીધો પ્રવેશ આપવામાં આવશે.

 

આ પણ વાંચો: IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

આ પણ વાંચો: IBPS PO Recruitment 2021: POની 4135 જગ્યાઓ પર ભરતી માટેની અરજી શરૂ, સીધી લિંક દ્વારા અહીં કરો અરજી

Published On - 1:43 pm, Fri, 22 October 21

Next Article