Income Tax Recruitment 2021: આવકવેરા વિભાગ આપી રહ્યું છે સરકારી નોકરી માટે તક ,જાણો વિગતવાર

|

Aug 26, 2021 | 8:02 AM

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા 30 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

સમાચાર સાંભળો
Income Tax Recruitment 2021:  આવકવેરા વિભાગ આપી રહ્યું છે સરકારી નોકરી માટે તક ,જાણો વિગતવાર
Income Tax Department

Follow us on

Income Tax Department Recruitment 2021: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. આવકવેરા વિભાગે વિવિધ પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વેકેન્સી અનુસાર આવકવેરા વિભાગના ઉત્તર પ્રદેશ (પૂર્વ) ક્ષેત્રમાં ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર , ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ છે. આ તમામ ભરતીઓ રમતવીરો(Meritorious Sportspersons) માટે છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા 30 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

કઈ જગ્યાઓ માટે કેટલી વેકેન્સી છે
ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર  – 3
ટેક્સ આસિસ્ટન્ટ         – 13
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ    – 12

 

શૈક્ષણિક લાયકાત
> ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર માટે ઉમેદવારો માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે.
> ટેક્સ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ડેટા એન્ટ્રીની ઝડપ 8000 પ્રતિ કલાક હોવી જોઈએ અને કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે.
> મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી 10 મું પાસ હોવું ફરજિયાત છે.

વય મર્યાદા
> આવકવેરા નિરીક્ષક માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
> ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

 

પગાર
> ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર  – પે લેવલ 7 (રૂ. 44,900 થી રૂ. 1,42,400)
> ટેક્સ આસિસ્ટન્ટ         – પે લેવલ 4 (રૂ. 25,500 થી રૂ. 81,100)
> મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ     – પે લેવલ 1 (રૂ. 18,000 થી રૂ. 56,900)

 

અહીં પણ નોકરી માટે મળી રહી છે તક 
NIACL Recruitment 2021: ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, 300 પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ખૂબ જ સારી તક છે. આ (NIACL Recruitment 2021)માં અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ newindia.co.in પર જવું પડશે.

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા હેઠળ, અરજી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે. આમાં (NIACL Recruitment 2021) ઉમેદવારોને અરજી કરવા માટે 21 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવશે. સાથે જ ફી જમા કરવાની છેલ્લી તારીખ પણ તે જ રહેશે. આ જગ્યા માટે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. જોકે, હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો  :  AICTE Internship Day: 6.1 લાખ ઈન્ટર્નશીપ તકો લૉન્ચ, પીએમ મોદીનું લક્ષ્ય 2025 સુધીમાં 1 કરોડ હાથોને કામ

 

આ પણ વાંચો  :  JEE Main Exam: આવતીકાલથી શરુ થઈ રહી છે જેઈઈ મેઈનના ચોથા સેશનની પરીક્ષા

Next Article