IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલમાં 1968 જગ્યાઓ પર બમ્પર ભરતી, ધોરણ 10, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે નોકરીઓ

|

Oct 23, 2021 | 4:33 PM

તમે ધોરણ 10 પછી ITI કોર્સ કર્યો છે, ધોરણ 12 પાસ કર્યું છે, BA, B.Sc અથવા B.Com અથવા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. આવા તમામ યુવાનોને ભારત સરકારની નોકરી મેળવવાની તક સામે આવી છે.

IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલમાં 1968 જગ્યાઓ પર બમ્પર ભરતી, ધોરણ 10, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે નોકરીઓ
IOCL Recruitment 2021

Follow us on

IOCL Apprentice 2021: તમે ધોરણ 10 પછી ITI કોર્સ કર્યો છે, ધોરણ 12 પાસ કર્યું છે, BA, B.Sc અથવા B.Com અથવા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. આવા તમામ યુવાનોને ભારત સરકારની નોકરી મેળવવાની તક સામે આવી છે. ઇન્ડિયન ઓઇલ આ સુવર્ણ તક આપી રહ્યું છે (Indian Oil Vacancy 2021). IOCLએ લગભગ 2000 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે બમ્પર ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ માટે આવેદનપત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો તમે સરકા

રી નોકરી શોધી રહ્યા છો, તો આ નોકરીની વધુ વિગતો સૂચના વાંચો અને અરજી કરો.

કઈ પોસ્ટ્સ પર કરવામાં આવશે ભરતી

ટ્રેડ એપ્રેન્ટિસ (એટેન્ડન્ટ ઓપરેટર) – 488 જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) – 205 જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટિસ (બોઈલર) – 80 જગ્યાઓ
ટેકનિશિયન એપ્રેન્ટિસ (કેમિકલ) – 362 જગ્યાઓ
ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ) – 236 જગ્યાઓ
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) – 285 જગ્યાઓ
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – 117 જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટિસ (સચિવાલય સહાયક) – 69 જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટિસ (એકાઉન્ટન્ટ) – 32 જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) ફ્રેશર – 53 જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) કૌશલ્ય પ્રમાણપત્ર – 41 જગ્યાઓ
કુલ જગ્યાઓ – 1968

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

IOCL Apprentice eligibility: જરૂરી લાયકાત શું છે

ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) ફ્રેશર – ઓછામાં ઓછો ધોરણ 12 પાસ
ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) સ્કિલ સર્ટિફિકેટ – ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર સ્કિલ સર્ટિફિકેટ સાથે 12મું પાસ.

ટ્રેડ એપ્રેન્ટિસ (બોઈલર) – ભૌતિકશાસ્ત્ર, ગણિત, રસાયણશાસ્ત્ર અથવા ઐદ્યોગિક રસાયણશાસ્ત્રમાં 3 વર્ષ B.Sc.
ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) – 10 પાસ પછી બે વર્ષનો ITI ફિટર કોર્સ.

ટેકનિશિયન એપ્રેન્ટિસ (કેમિકલ) – કેમિકલ એન્જિનિયરિંગ અથવા રિફાઈનરી અને પેટ્રો કેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા.
ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ) – મિકેનિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા.
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) – ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા.
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – 3 વર્ષનો ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ / ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જી.

ટ્રેડ એપ્રેન્ટિસ (સચિવાલય સહાયક) – 3 વર્ષનો BA અથવા B.Com અથવા B.Sc કોર્સ.
ટ્રેડ એપ્રેન્ટિસ (એકાઉન્ટન્ટ) – કોમર્સમાં પૂર્ણ સમયનો બેચલર ડિગ્રી કોર્સ.

IOCL Apprentice application form: કેવી રીતે કરવી અરજી

આ સરકારી નોકરી માટે તમારે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ iocl.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીઓ 22 ઓક્ટોબર 2021થી શરૂ થઈ છે. તમારી પાસે અરજી કરવા માટે 12 નવેમ્બર 2021 સુધીનો સમય છે. અરજી ફોર્મની સીધી લિંક નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા

આ જગ્યાઓ માટે પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. તેની વિગતો નીચે આપેલ ઇન્ડિયન ઓઇલ એપ્રેન્ટિસ ભરતી 2021 સૂચનામાંથી મેળવી શકાય છે.

IOCL Apprentice vacancy 2021 notification માટે અહીં ક્લિક કરો.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો: ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

આ પણ વાંચો: NEET MDS Exam 2022 Postponed: NEET MDSની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Next Article