સરકારી નોકરીની સુવર્ણ તક: IOCL અને AAI માં એન્જિનિયર, મેનેજર અને ઓફિસર સહિતની જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો વિગતો

ઇન્ડિયન ઓઇલ (IOCL) અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. એન્જિનિયરિંગ, લો અને કેમિસ્ટ્રી સ્નાતકો માટે લાખોના પેકેજ સાથે નોકરીની ઉત્તમ તક.

સરકારી નોકરીની સુવર્ણ તક: IOCL અને AAI માં એન્જિનિયર, મેનેજર અને ઓફિસર સહિતની જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો વિગતો
| Updated on: Aug 19, 2026 | 4:55 PM

કેન્દ્ર સરકાર હેઠળ આવતી મહારત્ન કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને મિની રત્ન કંપની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ પદો માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ભરતી વિગત

  • (જાહેરાત ક્રમાંક: IOCL/CO-HR/Rectt/2026/01)
  • પદો અને પગાર ધોરણ:
  • Engineers / Officers (Graduate Engineers / MBA): ગ્રેડ A | પગાર: ₹50,000 થી ₹1,60,000/-
  • ડિસિપ્લિન: કેમિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર સાયન્સ & IT, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને માર્કેટિંગ (અનુભવ જરૂરી નથી).
  • Law Officers: ગ્રેડ A | પગાર: ₹50,000 થી ₹1,60,000/-
  • અનુભવ: LLB પછી ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત.
  • Assistant Quality Control Officers: ગ્રેડ A0 | પગાર: ₹40,000 થી ₹1,40,000/-
  • ડિસિપ્લિન: ક્વોલિટી કંટ્રોલ (કેમિસ્ટ્રી) | M.Sc. (Chemistry) પછી ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ.
  • Junior Engineers / Junior Officers (Diploma Engineers): ગ્રેડ E0 | પગાર: ₹30,000 થી ₹1,20,000/-
  • ડિસિપ્લિન: ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સેફ્ટી (અનુભવ જરૂરી નથી).

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 12 ઓગસ્ટ 2026 (સંભવિત)

અરજી કરવાની છેલ્લી તારીખ: 31 ઓગસ્ટ 2026 (સંભવિત)

પરીક્ષા તારીખ: 24 સપ્ટેમ્બર 2026 (સંભવિત)

અરજી પ્રક્રિયા: ઉમેદવારો iocl.com/latest-job-opening પર જઈને વિગતવાર જાહેરાત જોઈ શકે છે અને અરજી કરી શકે છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ભરતી વિગત

  • પદો, જગ્યાઓ અને પગાર (CTC):
  • Manager (Law):
  • કુલ જગ્યાઓ: 02
  • પગાર સ્કેલ: ગ્રેડ E-3 (₹60,000 – ₹1,80,000 + 35% બેઝિક પે પર્ક્સ, HRA, CPF, ગ્રેચ્યુઇટી, મેડિકલ લાભો)
  • વાર્ષિક પેકેજ (CTC): આશરે ₹21 લાખ પ્રતિ વર્ષ
  • લાયકાત & અનુભવ: LLB સાથે 3 વર્ષનો સંબંધિત અનુભવ
  • વય મર્યાદા: મહત્તમ 32 વર્ષ
  • Junior Executive (Law):
  • કુલ જગ્યાઓ: 06
  • પગાર સ્કેલ: ગ્રેડ E-1 (₹40,000 – ₹1,40,000 + પર્ક્સ)
  • વાર્ષિક પેકેજ (CTC): આશરે ₹14 લાખ પ્રતિ વર્ષ
  • લાયકાત: LLB
  • વય મર્યાદા: મહત્તમ 27 વર્ષ

મહત્વપૂર્ણ તારીખો અને લિંક:

અરજી કરવાની છેલ્લી તારીખ: 07 સપ્ટેમ્બર 2026

સત્તાવાર વેબસાઇટ: www.aai.aero

ઓનલાઇન અરજી કરવાની લિંક: https://ibpsreg.ibps.in/aaioct25/

ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી અવાજ આપવો કેમ અશુભ મનાય છે? જાણો વાસ્તુ, જ્યોતિષ અને મનોવૈજ્ઞાનિક કારણો

Follow Us
Loading...
Unable to load recommendations.