Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

|

Jul 30, 2021 | 2:22 PM

ઉત્તર મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી છે.

Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો
Indian Railways Recruitment 2021

Follow us on

Indian Railways Recruitment 2021: ઉત્તર મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો RRC NCR ની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ અરજી પ્રક્રિયા 2 ઓગસ્ટ 2021થી શરૂ થશે અને 1 સપ્ટેમ્બર 2021ના ​​રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે, આ ભરતી દ્વારા 1,664 પદો માટે નિમણૂક કરવામાં આવશે.

એપ્રેન્ટિસને વર્ષ 2020-21 માટે ઉત્તર મધ્ય રેલવેના કાર્યક્ષેત્રમાં વિવિધ વિભાગ, વર્કશોપમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નિયુક્ત ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. ઉમેદવારોએ ભરતીના નોટિફિકેશનની તમામ વિગત સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી લેવી, ત્યાર બાજ પદ માટે અરજી કરવી.

લાયકાત

પરીક્ષા માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ 10 + 2 પરીક્ષા પદ્ધતિમાં માન્ય બોર્ડથી ધોરણ 10ન ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે પાસ કરવું આવશ્યક છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

જો કે, ટ્રેડ વેલ્ડર, વાયરમેન અને સુથાર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત માન્ય શાળામાંથી 8મું ધોરણ પાસ છે અને NCVT/SCVT દ્વારા સૂચિત ટ્રેડ ઇશ્યૂમાં રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર/ITI પ્રમાણપત્ર છે. જ્યારે ઉમેદવારની વયમર્યાદા 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી ફિ

ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. એસસી / એસટી / પીડબ્લ્યુડી / મહિલા અરજદારો દ્વારા કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.

નોટિફિકેશન વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો.

 

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

આ પણ વાંચો: BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

Next Article