Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

|

Jul 19, 2021 | 4:38 PM

આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત
પ્રતિકાત્મત તસવીર

Follow us on

Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખૂબ સારા સમાચાર આવ્યા છે. ભારતીય નેવીએ (Indian Navy) નાવિક એમઆર (Sailor MR)ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર સાઇટ joinindiannavy.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2021 છે. આ ભરતી કુલ 350 ખાલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવી છે. તમે અહિંયા ક્લિક કરીને પણ તમે ઓનલાઈન આરજી કરી શકો છો.

આશરે 1,750 ઉમેદવારોને ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટ (PFT)માટે બોલાવાશે. લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેના કટ ઓફ માર્ક્સ રાજ્ય દર રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રારંભ તારીખ – 19 જુલાઈ 2021 જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઈ 2021 રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને માપદંડ

શિક્ષણ મંત્રાલય સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડના બોર્ડમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ હોવી જ જોઇએ. ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 2001 થી 30 સપ્ટેમ્બર 2004 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને પી.એફ.ટી.ના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા અને પી.એફ.ટી. માટેના ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ ક્વોલિફાઇંગ પરીક્ષાનું ટકાવારી (ધોરણ 10 માર્ક) ના આધારે હાથ ધરવામાં આવશે. કટ ઓફ માર્ક્સ રાજ્ય-દર-રાજ્યમાં ભિન્ન હોઈ શકે છે. કેમ કે ખાલી જગ્યાઓ રાજ્ય મુજબની રીતે ફાળવવામાં આવી છે.

 

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

આ પણ વાંચો: Career in Gaming: શું તમે ગેમ રમવાના શોખીન છો અને આમાં કારકિર્દી બનાવવા માંગો છો ? તો જાણો કેવી રીતે આ સપનાને પરિપૂર્ણ કરી શકશો

(નોંધ-વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા અને સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે.)

 

Published On - 3:24 pm, Mon, 19 July 21

Next Article