Indian Coast Guard Recruitment 2022 : માત્ર 10 પાસ માટે 322 જગ્યાઓની કરાશે ભરતી, જાણો કઈ રીતે કરવી અરજી

|

Jan 07, 2022 | 8:50 AM

Indian Coast Guard Recruitment 2022 :નાવિક (જનરલ ડ્યુટી) માટે 260 જગ્યાઓ, નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) માટે 35 જગ્યાઓ અને મિકેનિકલ (મિકેનિકલ) માટે 27 જગ્યાઓ છે.

Indian Coast Guard Recruitment 2022 : માત્ર 10 પાસ માટે 322 જગ્યાઓની કરાશે ભરતી, જાણો કઈ રીતે કરવી અરજી
Indian Coast Guard Recruitment 2022

Follow us on

Indian Coast Guard Recruitment 2022 : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડે(Indian Coast Guard) ખલાસીઓ(Sailors) અને મિકેનિક્સ (mechanics)માટે ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ઉમેદવારો આ માટે 14 જાન્યુઆરી 2022 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindiancoastguard.cdac.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા 322 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ખાલી જગ્યા વિગતો

નાવિક (જનરલ ડ્યુટી) માટે 260 જગ્યાઓ, નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) માટે 35 જગ્યાઓ અને મિકેનિકલ (મિકેનિકલ) માટે 27 જગ્યાઓ છે.

જરૂરી લાયકાત

  • નાવિક (GD): ઉમેદવારોએ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (COBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 12મું (10 + 2) પાસ કરેલ હોવું આવશ્યક છે.
  • નાવિક (DB): ઉમેદવારોએ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (COBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ.
  • મિકેનિકલ: ઉમેદવારોએ 10મું પાસ કરેલ હોવું જોઈએ. તેની પાસે ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન (રેડિયો/પાવર) એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પણ હોવું જરૂરી.

ઉમેદવારોનો જન્મ 01 ઓગસ્ટ 2000 અને 31 જુલાઈ 2004 ની વચ્ચે હોવો જોઈએ. બિન આરક્ષિત EWS અને OBC ઉમેદવારોએ રૂ.250ની અરજી ફી ચૂકવવી પડશે. બીજી તરફ SC/ST કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. ફી ઓનલાઈન મોડમાં ભરવાની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: જાન્યુઆરી 04, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: જાન્યુઆરી 14, 2022

આ રીતે એપ્લિકેશન કરો

પ્રથમ સત્તાવાર વેબસાઇટ joinindiancoastguard.cdac.in અથવા joinindiancoastguard.gov.in ની મુલાકાત લો. ત્યારબાદ Apply લિંક પર ક્લિક કરો. પછી તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો. સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો. આ માટે ફી ચૂકવો અને ડાઉનલોડ કરો અને એક નકલ પાસે રાખો.

 

આ પણ વાંચો : Naukari News: શું તમે ઓટોમેશન ક્ષેત્રમાં અભ્યાસ કર્યો છે ? તમારે માટે આ નોકરી છે તૈયાર, વાંચો આ પોસ્ટ

 

આ પણ વાંચો : UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર

Next Article